Main Menu

February, 2020

 

સૌરાષ્ટ્ર ઋષિવંશી વાણંદ સમાજ તેમજ સેનબંધુ સેવા સમિતિ સુરત દ્વારા 23મો સમુહલગ્ન તેમજ ભવ્ય લોકડાયરો યોજાયો

શ્રી સેનબંધુ સેવા સમિતિ તેમજ ઋષિવંશી વાણંદ સમાજ દ્વારા સુરત શહેર ના આંગણે તા. 27/2/2020 ના રોજ મોટા વરાછા હરભોલે પાટી પ્લોટ ખાતે ભવ્ય સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 14નવદંપતી ઓ એ પ્રભતા મા પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્ન મા દાતા શ્રી ઓ દ્વારા નવદંપતી ઓને માતબર કરિયાવર આપવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર ઋષિવંશી સમાજ ના સ્થાપક શ્રી હેમરાજભાઈ પાડલિયા દ્વારા એક લાખ એકાવન હજાર નુ દાન તેમજ પોરબંદર વાણંદ સમાજ ના ભામાશા શ્રી રાવસાહેબ દ્વારા એકાવન હજાર નુ દાન આપવામાં આવ્યું હતું. તેમજ સમુહલગ્નRead More


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિમહત્વનો ભાગ ભજવશે. – જીતુભાઇ વાઘાણી

તા. ૨૬ ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિધાનસભામાં રજુ કરાયેલ ગુજરાત સરકારના અંદાજપત્રને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા સાથેનું વિકાસલક્ષી તથા સંવેદનાસભર, સર્વાંગી ઉન્નતિ માટેનું બજેટ આપવા બદલ હું પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિ મહત્વનો ભાગ ભજવશે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિકાસ, યુવા રોજગાર અને જનસુખાકારીનેRead More


ગુજરાત સરકારના બજેટ ૨૦૨૦-૨૧ને આવકારતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ અંગે પ્રતિક્રીયા આપતાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, “ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ સર્વાંગી અને સમતોલ વિકાસની દ્રષ્ટિ સાથે સમાજનાં દરેક વર્ગોની દરકાર લેતું અને વિકાસની અનેક તકોનું સર્જન કરનાર સર્વસમાવેશી અને ઐતિહાસકિ બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અભિનંદન. આ બજેટ જન સામાન્યના સ્વપ્નના ગુજરાતનુ નિર્માણ કરતુ બજેટ બની રહેશે.” આજે ગુજરાત સરકાર દ્વારા અલંગRead More


ખેડૂતોને જંગી નુકસાનની સામે માત્ર ૧૨૨૯ કરોડની ચુકવણી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયા ત્યારે પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલ ગુજરાતનું ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જો કે આ પહેલાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન જ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને ૨૦૧૯ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. વધુમાં, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રૂ.૨૫ હજાર કરોડની નુકસાની સામે રૂ.૧૨૨૯ કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો છે, જે અન્યાયી અને ખેડૂતોને છેતરતી વાત છે. વિપક્ષ કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાયો હતો કે, સમગ્ર રાજ્યમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી,Read More


ગુજરાતનું ૨૧૭૨૮૭ કરોડનું બજેટ રજૂ : ઘણી નવી ઘોષણા

રાજયના નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પૂર્ણ કદનું બહુ મહ્‌ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે આ આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ વજુભાઇ વાળા બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નીતિનભાઇએ બનાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં બરોબર ૨-૧૦ મિનિટે નીતિનભાઇએ બજેટ સ્પીચ વાંચવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ફરી એકવાર શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને પીવાના પાણીના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની સ્થાપના બાદ બીજીવાર બજેટનું કદ રૂ. ૨ લાખ કરોડને પાર થયું હતું. નાણાંમંત્રીએRead More


શું ભાજપની સરકાર ટ્રમ્પના કાર્યક્રમમાં ગાંધી આશ્રમને પડતો મુકશે?

આજ તા. ૨૨ ફેબ્રુઆરી ને કસ્તુરબા ગાંધીની પુણ્યતિથિ એ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી) ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધી બાપુની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મીડીયાના મિત્રોને સંબોધતા શ્રી શંકરસિંહજી વાઘેલાએ જણાવ્યું હતું કે; અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની અમદાવાદ ની મુલાકાત અંગે ગુજરાત સરકાર કહે છે કે તેઓએ ટ્રમ્પને આમંત્રણ નથી આપ્યું, વિદેશ ખાતું કહે છે કે અમોએ આમંત્રણ નથી આપ્યું, કેન્દ્ર સરકાર પણ ના ભણે છે, તો આ આમંત્રણ આપનાર કોણ? કોઈપણ દેશના રાષ્ટ્રપતિ હોય કે રાષ્ટ્રRead More


સુરત પલસાણાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

તા.21/2/20 શુક્રવારે સુરતના  પલસાણા તાલુકાના ચલથાણ ગામે સારથી એવન્યુ સોસાયટીમાં સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પવઁ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી. સવારના 5 વાગ્યા થી રાત્રિના એક વાગ્યા સુધી ભાવિકોએ સોમેશ્વર મહાદેવ ના દિવ્ય દશઁન નો લાભ લીધેલ.સવારે દસ વાગે ધ્વજારોહણ કરવામાં આવેલ.સવારે આરતી,બપોરે બાર વાગ્યે્ આરતી,સાયં આરતી દીપમાળા સાથે તેમજ રાતે બાર વાગે મહાઆરતી કરાયેલ.રાત્રે 8 થી 11.30 શિવજીને અભિષેક પુજન અચઁન કરવામા આવેલ.ત્યારબાદ ધી માથી બનાવેલ શિવજીની આબેહૂબ આકષઁક દશઁનીય મુતિઁ ના દશઁન નો લાભ સાઇવાટિકા આદઁશ સીલીકોન સોસાયટી ના ભાવિકોએ બહોળી સંખ્યામાં લીધેલ તેમજ રાતે બાર વાગેRead More


દીવના પોલિસ જવાનનું દમણમાં હાર્ટએટેકનો હુમલો આવતા મૃત્યુ થતાં દીવ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

સંઘ પ્રદેશ દીવ ના  પોલિસ જવાન દિનેશ પ્રેમજી સોલંકી દમણ દીવ પોલિસ માં  ફરજ બજાવતા હતા.પત્નિ  હેમલતાબેન દીવ નગરપાલિકા ના  વોર્ડ નં-1 ના સભ્ય હોય શાંત સ્વભાવ અને ગીતો ગાવા ના શોખીન તેમની જીંદગી નું આખરી ગીત “તેરી ગલિયો મે  ના  રખેગે કદમ આજ કે બાદ ” દમણ ખાતે તેમના એક મિત્ર ના શોરૂમે રેકોર્ડીંગ કર્યું હતું. દમણ માં  અચાનક  વહેલી સવારે 8 ક્લાકે તેમની તબિયત લથડી અને હાર્ટએટેક નો હુમલો આવતા હોસ્પિટલે ફરજ પર ના તબિબે મૃત્યુ જાહેર કરતાં  દીવ પંથક માં શોક નું મોજું ફરી વળ્યું.તેમની શમશાનRead More


સોમનાથ સહિત મંદિરોમાં શિવભકતોનું ઘોડાપૂર રહ્યું

દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રિના પવિત્ર પર્વને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર…મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી જ શિવભકતોએ પવિત્ર જળ, દૂધ, બિલીપત્ર, ગુલાબ સહિતના પુષ્પ, કાળા તલ સહિત અન્ય ધનધાન્યથી શિવજીના અભિષેક માટે લાંબી લાઇનો લગાવી હતી. આજની મહાશિવરાત્રિએ મહાનિશિથકાળ રાત્રે ૧૨-૨૯થી ૧-૧૭ સુધીનો રહ્યો હોઇ આ સમય દરમ્યાન શિવભકતોએ ભોળાનાથની વિશેષ પૂજા ભકિત કરી શિવપૂજાનું અનેકગણું અને વિશેષ ફળ પ્રાપ્ત કર્યુ હતું. તો, જૂનાગઢના ભવનાથના મેળામાં પણ બહુ પવિત્ર અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતું મૃગી કુંડમાં મધ્યરાત્રિએ અનેક સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, દિગંબર સાધુઓના સ્નાનનોRead More


ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે અનેરી ધીરેન્‍દ્ર મુની દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન

ગુજરાત રાજય લલીત કલા, ગાંધીનગરની કલા પ્રોત્‍સાહક ગ્રાન્‍ટ દ્વારા અનેરી ધીરેન્‍દ્ર મુનીનાં બાળપણથી આજ દિન સુધીનાં આંતરરાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય એવોર્ડથી સન્‍માનીત ચિત્રોનું પ્રદર્શન ‘My Journey of Painting’ આગામી શનિવાર – રવિવાર તા. રર અને ર3 ફેબુ્રઆરીએ સવારે 11:00 થી સાંજે 8:00 વાગ્‍યા સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાનાર છે. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કલાગુરૂ શ્રી પદીપભાઈ ચૌહાણનાં હસ્‍તે કરવામાં આવશે. આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે જાપાન, પોલેન્‍ડ, રશિયા, ઈરાન, પોર્ટુગલ જેવા વિવિધ દેશોની કલા સંસ્‍થા તથા ગુજરાત રાજય લલીત કલા અકાદમી સહીત દેશનાં અન્‍ય રાજયોની કલા સંસ્‍થાઓ દ્વારા ગોલ્‍ડ મેડલ, સીલ્‍વરRead More


error: Content is protected !!