Main Menu

March, 2020

 

ગુજરાતમાં કોરોનાના 71 કેસ રાજકોટ-સુરતમાં વધ્યા કેસ, 4 દર્દી રીકવર થયા

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 થઈ છે. સુરતમાં 67 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ સંખ્યા વધી છે. આ સાથે રાહતના સમાચાર એ પણ છે કે 70માંથી 4 દર્દી કોરોના મુક્ત થયા છે. રિકવર થયેલા દર્દીમાં 3 દર્દી અમદાવાદના છે જ્યારે એક વ્યક્તિ સુરતની છે. સુરતમાં નોંધાયેલા કેસની વિગતો અનુસાર આ વ્યક્તિ લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વાત જાણવા મળતા સુરત મનપાએ આદેશ કર્યો છે કે તેમના સંપર્કમાં આવેલા લોકોનો ફરજિયાત કોરોન્ટાઈન કરવામાં આવે. આ સાથે જ રાજકોટમાંથી લેવામાં આવેલા 20 સેમ્પલમાંથી 19 નેગેટિવ આવ્યા છે.Read More


લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા બે લાખ અગિયાર હજારનો ચેક અર્પણ

(ભુજ) કોરોનાની મહામારીને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી મદદની અપીલને કચ્છમાં પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના જાણીતા લોકગાયિકા અને કચ્છના વતની ગીતાબેન રબારીએ આજે કલેકટર પ્રવીણા ડી.કે.ને મુખ્યમંત્રી રાહત ફંડ માટે ૨ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કર્યા હતો. તેમની સાથે કચ્છ ભાજપના અગ્રણી જેમલભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ગીતાબેન રબારીએ ગુજરાતના સૌ નાગરિકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મદદ કરવા માટે અપીલ કરી છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન માટેના પગલાંને સ્પોર્ટ આપી સૌને ઘેર રહેવા વિનંતી પણ કરી છે. કોરોનાના વર્તમાન સંકટ સામે આપણેRead More


કોરોના વાયરસની મહામારી ના આપતીના સમયે ભાગવત કથાના વક્તા જિજ્ઞેશદાદાના રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.5,55,555  અર્પણ કરાયા

અત્યારે બધાજ લોકો કોરોના ના મહારોગ સામે એક થી ને જંગે ચડ્યા છે. વડાપ્રધાન નરેન્દ મોદીના દેશ હિત માટે 21 દિવસના લોકડાઉન ને પણ સમર્થન આપી  બધા એક થઈ ને હિમ્મત થી સામનો કરી રહ્યા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે, જાણીતા ભાગવત કથાના વક્તા જિજ્ઞેશદાદા દ્વારા રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.5,55,555 અર્પણ કરી સરાહનીય સેવા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા રાજયોગની દાદી જાનકીજી નું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન

મહિલાઓ દ્રારા સંચાલિત દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા તથા સ્વસ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજયોગીની દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની ઉંમર દેહાવસાન થયેલ છે. માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં ૨૭ માર્ચ શુક્રવાર સવારે ૨.૦૦ વાગે તેમણે અતિમ શ્વાસ લીઘેલ.તેમને છેલ્લા બે મહિનાથી શ્વાસ અને પેટની તકલીફ હતી જેની સારવાર ચાલું હતી.તેમના અતિમ સંસ્કાર બ્રહ્માકુમારીઝના આતરરાષ્ટ્રીય મૂખ્યાલય શાંતિવનમાં કોન્ફરન્સ હોલ સામેના ગ્રાઉન્ડમાં આજે બપોરે ૧૨.૦૦ થયેલ છે. નારી શકિતની પ્રેરણાસ્તોત્ર રાજયોગીની દાદી જાનકીજીનો જન્મ ૧, જાન્યુઆરી,૧૯૧૬માં હૈદરાબાદ સિંઘમાં થયો હતો,તેમણે ૨૧ વર્ષની ઉંમરે જ બ્રહ્માકુમારીઝ સંસ્થાના આઘ્યાત્મિક પથનો સ્વીકારRead More


લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર થયા, CM રૂપાણીએ પણ કર્યા વખાણ

કોરોના વાયરસ (Corona virus) ના સંકટ સામે હાલ સૌ લડી રહ્યાં છે. આપણે સૌ લોકડાઉન વચ્ચે ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યાં છે. તો બીજી તરફ, અનેક એવા સરકારી કર્મચારીઓ છે જેઓ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સફાઈ કર્મચારીઓ, અન્ય જરૂરી વિભાગના કર્મચારીઓ પોતાના અને પરિવારના જીવની પરવાહ કર્યા વગર હાલ પોતાની ફરજ બજાવી રહ્યાં છે. આવામાં એક પોલીસ કર્મચારીના વખાણ કરવા પડે, જેઓ પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર આવી ગયા હતા. પોતાની જવાબદારી સમજીને તેઓ કામે લાગી જતાRead More


પૂજ્ય મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશમાં 25 લાખનું અનુદાન

સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાત રાજ્યના અનેક જીલ્લાઓ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. આ મહામારીથી બચવાનો એક જ ઉપાય છે, જે છે લોકડાઉન. આવી અનિવાર્ય વ્યવસ્થાને કારણે નાના લોકો, મજુરી કરીને ગુજરાન ચલાવતી વ્યક્તિઓ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારના આ પગલામાં સહાયભૂત થવાની સમજણ સાથે શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી પૂજ્ય મોરારિબાપુની સુચના અનુસાર લંડન સ્થિત શ્રી. રમેશભાઈ સચદેવ પરિવાર તરફથી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત કોશમાં રૂપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવશે. આજે એકRead More


પ્રેસ-મીડિયાના કર્મચારીઓ સાથે અવિવેક ન કરવો : શિવાનંદ ઝા

હાલમાં કોરોના સંક્રમણના અનુસંધાને સમગ્ર રાજયમાં લોકડાઉનનું અમલીકરણ ચાલુ છે. આ અમલીકરણ દરમિયાન લોકડાઉનના જાહેરનામાથી પ્રેસ મીડીયાને આવશ્યક સેવા તરીકે ચાલુ રાખવામાં આવેલ છે. જેથી પ્રેસ તથા તમામ પ્રકારના મીડિયા સાથે સંકળાયેલા લોકોને લોકડાઉનમાંથી મુકિત આપવાની રહે છે. પરંતુ પોલીસ દ્વારા લોકડાઉનના અમલીકરણ દરમિયાન પ્રેસ- મીડિયાના લોકોને પણ અટકાવવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી આ સંદર્ભે આ મુજબની સુચનાઓ ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે. રાજયના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાએ આ પરિપત્ર રાજયના તમામ પોલીસ કમિશ્નરશ્રીઓ, તમામ રેન્જના વડાઓ અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને મોકલી અપાયાનું જણાવાયુ છે. કોઈપણRead More


ગરીબ, શ્રમજીવીઓને એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે : વિજયભાઇ રૂપાણી

વડાપ્રધાન શ્રી એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦Read More


રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ગુજરાતભરમાં કોરોના વાયરસના કહેરના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે જે રજાઓ 29 તારીખ સુધી યથાવત રહેવાની હતી. પરંતુ આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ધોરણ 1 થી 9ના અને ધોરણ 11ના બાળકોને આ વર્ષ માસ પ્રમોશન અપાશે. એટલે કે આ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે લેવાશે નહીં. હવે શિક્ષકોને પણ શાળાએ જવાની મનાઈ કરવામાં આવી છે અને નવું સત્ર જૂનથી શરુ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.


દેશના ૭૨૮માંથી ૬૦૬ જિલ્લામાં લોકડાઉન

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાયોના ૬૦૬ જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. યારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર્ર, પુડ્ડત્પચેરી, ચંડીગઢમાં કરયૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૪૭૨ પર પહોંચી ગયા છે યારે મૃત્યુઆકં ૯ થઇ ગયો છે. રાયોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ,Read More


error: Content is protected !!