Main Menu

Friday, March 20th, 2020

 

સુરતમાં કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ, ધારા 144 લાગું

જે વાતનો ડર હતો તે ડર હવે હકિકતમાં પરિવર્તિત થઇ ગયો છે. અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે કોરોનાનો એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે. GujHFWDept@GujHFWDept Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @JayantiRavi @JpShivahare. 1,100 7:26 PM –Read More


કોરોના પગલે / જીગ્નેશ દાદાની વડોદરા અને પાટણની કથા સ્થગિત

ભારત દેશ તથા આખા વિશ્વની ઉપર આવી પડેલી આપદાને પહોંચી વળવા માટે આપણે તમામ દેશવાસીઓએ ભારી જહેમત ઉઠાવવાની જરૂર છે. આપણાં ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખી તથા કોરોના વાઇરસની ગંભીરતાને સમજીને હું મારી આવતી બે કથાને સ્થગીત કરું છું. (૧) તા. ૨૫-૩-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૦ – વડોદરા (૨)તા.૧-૪-૨૦૨૦ થી ૭-૪-૨૦૨૦ – પાટણ આ બંને શહેરોને આવતા દિવસોમાં ફરી નવી તારીખો આપીશ.


હું પાલન કરીશ.તમે કરશો ? આવું કેમ કેહુંવું પડ્યું જીગ્નેશદાદા ને ?

આપણા દેશના વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને તા.૨૨-૩-૨૦ ને રવિવાર ના રોજ હું અને મારો પરિવાર દેશના નિર્ણયની સાથે છીએ. અને અમે ‘જાણતા કર્ફયુ’ પાળશુ. અને દરેક ભારતવાસીની ફરજ છે કે આપણાં દેશ પર આવી પડેલ આ મુસીબતને સંપૂર્ણપણે ડામવા માટે આપણે સાથ અને સહકાર આપવો જોઈએ. કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તેની સામે લડવાની જરૂર છે. આપણે જાગૃત રહેશું તો કોરોના વાઇરસ સામે લડી શકીશું. હું અને મારો પરિવાર રાષ્ટ્ર હિતમાં લેવાતા સરકારના તમામ નિયમમાં સાથે રહેશું.


કોરોના વાઇરસ /બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર અચોક્કસ મુદત માટે બંધ રહેશે

અમદાવાદ : ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા છે ત્યારે બગદાણાનું બજરંગદાસ બાપા મંદિર બંધ રહેશે અને બાપાના દર્શન અચોક્કસ સમય સુધી બંધ કરાયાછે મોરબી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ માટેલ મંદિરને 10 દિવસ માટે બંધ કરાયું છે કોરોના વાયરસને પગલે પોરબંદર જિલ્લામાં કલમ 144 લાગુ કરાઇ છે . તારીખ 20થી 31 તારીખ સુધી જાહેરનામાની અમલવારી રહેશે કોરોના વાઈરસને લઈને સાળંગપુર હનુમાનજી મંદિર 31 માર્ચ સુધી યાત્રીકો માટે બંધ રાખવામાં આવશે


24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ

કોરોના વાયરસના આક્રમણથી અત્યાર સુધી બચી રહેલા ગુજરાતમાં એક સાથે 5 કેસ નોંધાતા રાજય સરકાર તથા આરોગ્ય વિભાગ ખળભળ્યા છે. રાજકોટ તથા સુરતમાં એક-એક કેસની પુષ્ટિ ગઈ સાંજે રીપોર્ટ થયા બાદ મોડીરાત્રે અમદાવાદમાં બે અને વડોદરામાં એક વધુ પોઝીટીવ કેસ નોંધાયો છે. રાજકોટ તથા સુરતમાં એક-એક પોઝીટીવ કેસ હોવાની રાજયના આરોગ્ય વિભાગે ગઈ સાંજે જ પૃષ્ટિ કરી દીધી હતી. અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઈટની 22 વર્ષની યુવતિનો રીપોર્ટ પણ મોડીરાત્રે પોઝીટીવ આવ્યો છે. આ યુવતી ગત રવિવારે જ અમેરિકાથી પરત આવી હતી. વિમાનમાં ચડતા પુર્વે એરપોર્ટ પર કોરોના પોઝીટીવRead More


વિડીયો : રવિવારે જનતા કર્ફ્યુની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : સવારે 7થી રાત્રે 9 સુધી ઘર બહાર નહીં નીકળવું

નવી દિલ્હીઃ કોરોના વાયરસે ચીન બાદ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે વિદેશ બાદ દેશમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 180 કેસ સામે આવી ચુક્યા છે જ્યારે કોરોનાને કારણે 4 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો અનેક પગલા ભરી રહી છે. અનેક રાજ્યોમાં શાળા, કોલેજ, સિનેમાઘર, સ્વિમિંગ પુલ સહિત અનેક વસ્તુ બંધ કરી દેવામાં આવી છે. ઘણા રાજ્યોમાં તો મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કોરોના વાયરસRead More


error: Content is protected !!