Main Menu

Tuesday, March 24th, 2020

 

રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

ગુજરાતભરમાં કોરોના વાયરસના કહેરના કારણે શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે જે રજાઓ 29 તારીખ સુધી યથાવત રહેવાની હતી. પરંતુ આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ધોરણ 1 થી 9ના અને ધોરણ 11ના બાળકોને આ વર્ષ માસ પ્રમોશન અપાશે. એટલે કે આ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે લેવાશે નહીં. હવે શિક્ષકોને પણ શાળાએ જવાની મનાઈ કરવામાં આવી છે અને નવું સત્ર જૂનથી શરુ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.


દેશના ૭૨૮માંથી ૬૦૬ જિલ્લામાં લોકડાઉન

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાયોના ૬૦૬ જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. યારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર્ર, પુડ્ડત્પચેરી, ચંડીગઢમાં કરયૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૪૭૨ પર પહોંચી ગયા છે યારે મૃત્યુઆકં ૯ થઇ ગયો છે. રાયોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ,Read More


કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય,કોરોનાને કારણે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મોકૂફ, 31 માર્ચ પછી નવી તારીખ જાહેર કરશે

અમદાવાદઃ કોરોનાનાને કારણે ગુજરાત રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. હવે 31 માર્ચ પછી ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારની વિનંતિને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો છે. આજે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરથી ગુજરાત આવશે આ પહેલા ગુજરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ના થાય તે માટે તેમને જયપુર ખસેડ્યા હતા. દેશભરમાં વધી રહેલા કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમજ લોકડાઉન વચ્ચે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજ સાંજ(24 માર્ચ) સુધીમાં જયપુરથી અમદાવાદ પરત લાવશે. ગુજરાત કોંગ્રેસ તેમના 55થી વધુ ધારાસભ્યોને ખાનગી ચાર્ટર્ડ વિમાન મારફતે ગુજરાત પરતRead More


ગુજરાતમાં આજે વધુ 3 પોઝિટિવ કેસ, 6 દિવસમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609Read More


ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી ‘લોક ડાઉન’ : રાજ્યની તમામ સરહદો સીલ : વાંચો ‘લોક ડાઉન’ એટલે શું?

દુનિયા સાથે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. આ સમય દરમ્યાન વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ સહિત સૌ કોઈએ અપીલ કરી છે બને એટલું ઘર ની અંદર રહો. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ નો આંકડો ૫ દિવસમાં ૩૦ કેસ સુધી પહોંચ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ગાંધીનગર અને કરછ પણ લોક ડાઉન જાહેર કર્યા બાદ આજે રાજ્ય સરકારે વધુ સાવચેતી અને તકેદારીના પગલે સમગ્રRead More


ચિંતા નહિ કરતા’ : કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વિડિયો સંવાદ કરી તમામ સહાયની ખાતરી આપતા વિજયભાઈ

ગાંધીનગર તા.24 ગુજરાતમાં હાલ 30 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. આ સાથે સુરતના એક હીરા વેપારીનું મૃત્યુ કોરોના વાયરસનાં કારણે થયું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશ બોર્ડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રાજ્યના અલગ અલગ શહેરોમાં દાખલ કોરોના પોઝિટિવ કેસ આવેલ વ્યકિતઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે તેને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવાર ની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ સારવાર લઈ રહેલા સૌ ને રિકવરી બાદRead More


error: Content is protected !!