Main Menu

May, 2020

 

મુખ્યમંત્રીએ રાજ્ય માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ :- રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ….. તા.૧લી જૂન-૨૦૨૦થી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ કરાશે ….. :: અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો :: • કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. • કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. • સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્રRead More


દીવ ના દરિયાકિનારે દીવ પોર્ટ પર એક નંબર નું સાવચેતી નું સિગ્નલ લગાવવામાં આવ્યુ

હવા તોફાની અથવા સપાટી વાળી છે.જેમાંથી વાવાઝોડું થઈ જવા ની સંમભાવના ની ચેતવણી સિગ્નલ નંબર-1 બતાવે છે, કે માછીમારો એ  દરિયો ખેડવો નહી વહાણો કે બોટોને ભય  નો સામનો કરવો પડશે. વાવાઝોડુ દીવ ના દરીયાઈ કિનારે ટકરાઈ ને પસાર થવાની સંભાવનાઓ થી દિવ પ્રસાશન અગમચેતીના ભાગ રૂપે તૈયાર છે. દીવ નો અરબી સમુદ્ર તોફાની બને અને ઉંચા ઉંચા મોજાં ઓ ઊછળૅ તેથી દીવ પ્રશાસને માછીમારોને દરિયા માં  માછીમારી કરવા જવા માટે પ્રતિબંધ મૂક્યો છે.અને દરિયા માંથી માછીમારોને પરત બંદરે બોલાવવામાં આવી રહ્યા છે. NDRF ની બે ટીમો ને દીવRead More


આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં પ્રસિદ્ધિની ખોટી જાહેરાતો : શક્તિસિંહ ગોહિલ

કોરનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલ લોકોની મજબુરીની સરકાર મજાક ઉડાવી રહી છે. આવા કપરા સમયે ખરા અર્થમાં જમણો આપે અને ડાબાને ખબર ન પડે તે રીતે મદદ પહોંચાડવી જોઈએ. તેના બદલે પ્રસિદ્ધિઓની ખોટી ખોટી જાહેરાતો કરીને મુશ્કેલીમાં આવી પડેલા લોકોને રજળાવવાનું કામ થઈ રહ્યું છે. તા. ૧૪.૦૫.૨૦૨૦ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ તથા પ્રેસનોટ આપીને એવી જાહેરાત કરી કે, નાના વેપારીઓ, દુકાનદારો,વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા શ્રમિકોને માત્ર એક અરજી કરવાથી એક લાખ સુધીની લોન આપી દેવામાં આવશે અને જેનું વ્યાજ માત્ર ૨% જ રહેશે. સરકારની આ જાહેરાતના કારણે ૪૪ ડીગ્રી ધોમધખતાRead More


સરકારની એ ફરજ છે કે લોકોના દર્દ પર મરહમ લગાવે તેના બદલે સરકાર દાજ્યા પર ડામની પ્રવૃત્તિ કરે છે : શક્તિસિંહ ગોહિલ

કોરોના વાઈરસના કારણે સમાજના તમામ વર્ગોને ન કલ્પી શકાય તેવી મુશ્કેલીઓ અને યાતનાનો ભોગ બનવું પડેલ છે ત્યારે સરકારની એ ફરજ છે કે લોકોના દર્દ પર મરહમ લગાવે તેના બદલે સરકાર દાજ્યા પર ડામની પ્રવૃત્તિ કરે છે તે દુઃખદ છે. ખેડૂતોની વ્યથાને વાચા આપવા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે શ્રી પાલભાઈ આંબલીયા (પ્રમુખ કોંગ્રેસ કિસાન સેલ), શ્રી ગીરધરભાઈ વાધેલા (વાઈસ ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ), શ્રી ચેતનભાઈ ગઢિયા (ચેરમેન રાજકોટ જીલ્લા કિસાન કોંગ્રેસ), શ્રી દેવુંભાઈ ગઢવી (ખેડૂત), શ્રી પ્રવીણભાઈ પટોળિયા (ખેડૂત) રાજકોટ સરકારી ઓફીસ ઉપર ગયા હતા. તેમના ઉપર બર્બરતાથી હુમલો કરીનેRead More


સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કહેર વચ્ચે ઘેરાયેલું છે ત્યારે એમાંથી શિક્ષણ જગત પણ બાકાત રહી શકે નહીં આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિનામૂલ્યે અવિરતપણે શિક્ષણ મેળવી શકે તે માટે અમરેલી સ્થિત દીપક હાઇસ્કૂલ (રૂપાયતન) માધ્યમિક શાળા ના ઉત્સાહિત અને ખંતીલા શિક્ષકશ્રી સંજય ડી માંગરોળીયા  (M.A.,B.Ed.)ધોરણ ૧૧ અને ધોરણ 12 અર્થશાસ્ત્ર સરળ સમજૂતી સાથે ના ૪૦૦ કરતાં પણ વધારે વિડીયો લેકચર બનાવેલા છે જે વિદ્યાર્થીઓ lockdown ના સમયગાળા દરમિયાન વિનામૂલ્યે ઘેર બેઠા જોઈ શકે છે. આ વિડીયો લેકચર નો લાભRead More


જેનું હાસ્‍ય જોઈને બાળક અને ઈશ્‍વરની યાદ આવે તેવા પૂ. યોગીજી મહારાજને સ્‍મરણાંજલી

આજે જેમનો જન્‍મ મહોત્‍સવ ખૂબ ભવ્‍યતાથી ઉજવાઈ રહયો છે એ યોગીજી મહારાજે તા.3/6/189રના એ દિવસે જન્‍મ ધારણ કર્યા ત્‍યારે, ધારી ગામમાં, કોઈ વિશેષ ઘટના બની હોય એવું કોઈને લાગ્‍યું નહોતું. ખુદ પિતા દેવચંદભાઈ અને માતા પુરીબાઈ પણ પોતાના આ ચતુર્થ સંતાની જન્‍મજાત મહાનતાથી અજાણ હતા અને એટલે જ એ મહાન પુરૂષનું નામ પડયું : ઝીણો ?? જરા પણ ઘોંઘાટ (અવાજ) કર્યા વગર, પોતાની મહાનતાને ઢાંકવાના તેમના સતત પ્રયાસની એ એક શુભ શરૂઆત જ કહી શકાય પરંતુ સૂર્યના તેજ ઢાંકયા ઢંકાતા નથી. એક એવો સમય આવ્‍યો કે ઝીણો વિરાટ થઈRead More


પોરબંદર ખાતે ફસાયેલા કોળી સમાજના લોકો ચાંચ બંદર પરત ફર્યા

કોરોના વાઈરસ અને લોકડાઉનનાં કારણે મજૂરી અર્થે બહારના જિલ્‍લામાં અનેક પરિવારો ફસાયેલા છે ત્‍યારે પોરબંદર ખાતે રાજુલા તાલુકાનાં 3પ જેટલા લોકો ફસાયેલા હતા અને તેમના બાળકો પણ અભ્‍યાસ અર્થે પોતાના સગા સંબંધીઓ તથા હોસ્‍ટેલમાં છોડી ગયા હોય. ત્‍યારે આવી મહામારીમાં સતત તેમને ચિંતા નથી હોય. ત્‍યારે આ પરિવારો ઘ્‍વારા ગુજરાત વિધાનસભાનાં પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયાનો સંપર્ક સાધતા તેમણે સીટી મામલતદાર કચેરી ખાતેથી આ પરિવારોને માદરે વતન પરત મોકલવા માટે મંજૂરી અપાવી હતી તથા તેમના માટેબસની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવી હતી. જયારે આ પરિવારો રાત્રીRead More


કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે. ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીકRead More


આ રીતે ખૂલશે ગુજરાત: આજે આખો દિવસ કમિશનરો અને કલેકટરો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ગાઈડલાઈન જાહેર થશે

રેડ, આરેન્જ, ગ્રીન, બફર અને કન્ટેનમેન્ટ એમ પાંચ ઝોનમાં વહેંચાશે રાજ્ય લોકડાઉન ૩.૦ પૂર્ણ થયાને કલાકો વીતી ગયા છે તેથી નવા ‘રંગ’નું લોકડાઉન ૪.૦ કેવું હશે તે જાણવા અને જોવા દરેક ગુજરાતીયન્સ ઉત્સુક જ નહીં અધીરો બન્યો છે. રૂપાણી સરકારે ગઈકાલે સાંજે મીડિયા સમક્ષ આવીને કહી દીધું છે કે કન્ટેનમેન્ટ ઝોન સિવાય બધું ખૂલી જશે પરંતુ આ કન્ટેનમેન્ટ ઝોન કયા કયા હશે તે વિશે કોઈ ફોડ ન પાડતાં સસ્પેન્સ વધ્યું છે. રૂપાણીએ કહ્યું કે સોમવારે સાંજે લોકડાઉન ૪.૦ની માર્ગદર્શિકા જાહેર કરી દેવાશે. આ શ્રેણીમાં આજે સવારે તેમણે રાજકોટ, અમદાવાદ,Read More


પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરી સરકાર સમક્ષ રજૂ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન

ગુજરાતમાં કોરોના વાઈરસ (COVID -19) ના સંક્રમણને લઈને ગંભીર બની રહેલી પરિસ્થિતિ વચ્ચે સામાન્ય જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, પોતાના પ્રશ્નોને ક્યાં રજુ કરવા તેવી દ્વિધામાં છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા વેબ એપ્લિકેશન E- જનમિત્ર COVID-19 હેલ્પલાઈન લોન્ચ કરી નવી પહેલ કરવામાં આવી હતી. આ વેબ એપ્લિકેશન અંગે જાણકારી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) ને લઈને પરિસ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોંગ્રેસ પક્ષે સરકારને સાથ -સહકાર આપી લોકોનેRead More


error: Content is protected !!