Main Menu

May, 2020

 

કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા ત્રણ કરોડની સહાય

અચાનક આવેલી કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે એક પ્રશ્ન બની ગઈ છે. વૈશ્વિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ઉઠ્યું છે. દેશની સરકાર દ્વારા આ મહામારીને નાથવાના તાત્કાલિક ઉપાયરૂપે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. આ એક અનિવાર્ય કદમ હતું, પરંતુ તેને કારણે જે લોકો દરરોજ કમાઈને પોતાનું ઘર ચલાવતા હતા તેમના માટે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો. તે જ રીતે જેઓ નાનાં વ્યવસાય દ્વારા આજીવિકા પ્રાપ્ત કરતાં હતા તેઓને પણ આ લંબાતા જતા લોકડાઉનને લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો. આવી તમામ સ્થિતિને ધ્યાનમાં રાખતાં મોરારિબાપુની સુચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ શ્રી ચિત્રકૂટધામRead More


વિદેશથી આવતા નવા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાતના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આજે વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશ થી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ‘ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો’. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને ૭  જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેના માટેની ચિંતા કરવી જોઈએ. નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગRead More


સુરેન્દ્રનગર – અમરેલી ૪૩.૫, રાજકોટ ૪૨.૯ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે ધોમધખતા તાપનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે સુરેન્દ્રનગર, અમરેલીમાં ૪૩.૫ ડિગ્રી, રાજકોટ ૪૨.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ગોંડલમાં કાલે સાંજે સતત બીજા દિવસે વરસાદ વરસતા ભારે નુકશાન થયુ હતું. રાજયમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો વર્તારો વધ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થયા છે. બપોરના સમયે તો રીતસરની ચામડી દઝાડતી ગરમી પડી રહી છે. બપોરના સમયે તો વગર લોકડાઉને અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો ઘરની બહાર નિકળવાનું નામ લઇ શકે તેમ નથી. શુક્રવારના રોજ અમદાવાદ સહિત રાજયના કુલ ૬Read More


સૌરાષ્ટ્રમાં બદામ અને સોપારીનો ભાવ સરખો

લોકડાઉન વચ્ચે પાન-માવા મળતાં બંધ થઈ ગયાં ત્યારથી સોપારીની ડિમાન્ડ એટલા મોટાપાયે નીકળી છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં સોપારીનો ભાવ ડ્રાયફ્રુટની બદામની લગોલગ પહોંચી ગયો છે. સામાન્ય રીતે જે સોપારીનો એક કિલોનો ભાવ ૩૫૦ રૂપિયા હોય છે એ સોપારી અત્યારે રાજકોટમાં બ્લેકમાર્કેટમાં ૧૪૦૦ રૂપિયે કિલોના ભાવે મળે છે. રાજકોટમાં સોપારીના હોલસેલર કેશવભાઈ પટેલ કહે છે, પાન- માવાની જે પરિસ્થિતિ છે એને લીધે સોપારીનો ભાવ વધી ગયો છે. લોકો થોડા તમાકુની વ્યવસ્થા કરી લીધા પછી સોપારી શોધે છે, તો અમુક એવા લોકો પણ છે કે તેમને તમાકુ ન મળે તો ચાલે, પણRead More


એબીપી અસ્મિતાના આઉટ પુટ હેડ સુનિલભાઈ અંકલેશ્વરીયાના પિતાનું નિધન

સૂર્યનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જેમ નિત્ય ક્રમ છે તેમ જન્મ તેનું મૃત્યુ પણ સનાતન સત્ય છે પણ અમુક મૃત્યુ એવા હોય છે જે આંખોના ખૂણાઓ ભીના કરી જાય છે ને આવું જ મૃત્યુ સોરઠીયા આહીરના બારોટ અશોકભાઈ પોપટભાઈ અંકલેશ્વરીયા (ઉ.વ.62) નું થયું છે ગુજરાતની લોકપ્રિય  ન્યુઝ ચેનલ એબીપી અસ્મિતાના આઉટ પુટ હેડ સુનિલભાઈ અંકલેશ્વરીયાના પિતાશ્રી અશોકભાઈ અંકલેશ્વરીયા મૂળ જામ કંડોરણા હાલ રાજકોટવાળા નું જીવન સાદગી સાથેનો પ્રેમાળ સ્વભાવ અંકલેશ્વરીયા પરીવારનો આધાર સ્થંભ હતો 62 વર્ષના આયુષ્ય દરમ્યાન દીકરા સુનિલ અંકલેશ્વરીયા અને વિમલ અંકલેશ્વરીયા જેવા રામ લક્ષ્મણ સુપુત્રોએ પિતાશ્રીના સ્વપ્નોનેRead More


લોકડાઉન-3 : સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

કોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ 3 મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે. આથી હવે 17 મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે. ભારતમાં હવે કુલ 56 દિવસનું લોકડાઉન થયું છે. દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉનની બીજી મુદત આગામી 3 મેના રોજ પૂર્ણ થાય એ પહેલાં ગૃહ મંત્રાલયે વધુ બે અઠવાડિયાનો વધારો જાહેર કરી દીધો છે. દેશભરમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને રોકવા અને ખાસ તો અત્યાર સુધી લોકડાઉનના ચુસ્ત પાલન વડે મેળવેલ ફળશ્રુતિને આગળ વધારવા લોકડાઉનની અવધિ લંબાવવામાંRead More


error: Content is protected !!