Main Menu

નવસારીના કુચેદ ગામમાં દોડતા ટ્રેક્ટરમાંથી પડી જતા મજૂરનું મોત

દારૂના નશામાં ટ્રેક્ટર પરથી કૂદી પડતા શ્રમજીવી ગંભીર રીતે ઘાયલ થયો હતો
નવસારી, તા.૩૧
નવસારી તાલુકાના કુચેદ ગામે રહેતો યુવાન દારૂના નશામાં ચાલુ ટ્રેક્ટરે નીચે કૂદી પડતાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન નવસારીની પારસી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી નજીકના કુચેદ ગામે રહેતો ભીખુભાઈ ડાહ્નાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ ગત તા.૨૬-૧-૨૦૧૭ના રોજ ખેત મજૂરીએ ગયો હતો અને ત્યાં દારૂ પીને નશામાં રસ્તે પસાર થતા એક ચાલુ ટ્રેક્ટર પર બેસી ગયો હતો અને પોતાનું ઘર નજીક આવતાં ભીખુભાઈ ટ્રેક્ટર થોભી રહે તે પહેલાં જ ચાલુ ટ્રેક્ટર પરથી કૂદી મુકતાં તેને મોઢાના ભાગે તથાં શરી નાની મોટી ગંભીર ઈજાઅો થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં તેમને નવસારીની પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવતા ભીખુભાઈ રાઠોડનું મોત થયું હતું. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં પારસી હોસ્પિટલના ડા÷. છાયાબેને ફરિયાદ નોîધાવતા વધુ તપાસ હે.કો. પુનાભાઈનાઅો કરી રહ્ના છે.
Source: manavhitnews.com