Main Menu

અનુષ્કા શર્મા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જોડાઈ

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન બાદ હવે અભિનેત્રી અનુષ્કા શર્મા વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જોડાઈ છે. શહેરી વિકાસ મંત્રાલયે અભિનેત્રી અનુષ્કા શર્માને રાષ્ટ્રવ્યાપી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અભિયાનના ચહેરા તરીકે પસંદ કરી છે. એટલે કે હવે અનુષ્કા ગામડાંઓ અને નાના શહેરોમાં ખુલ્લામાં શૌચ કરવા અને મહિલા કેન્દ્રીય પગલાંઓને સંભાળશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, યુવાઓની વચ્ચે અનુષ્કાની પ્રસિદ્ધિ અને મહિલાઓ વચ્ચે લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે. તેમજ આવા મુદ્દાઓ પર ગામડાંઓની મહિલાઓ સાથે અનુષ્કા શર્માને વાતચીત કરવી પણ મુશ્કેલ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા બોલીવુડ કલાકારો સ્વચ્છતા ભારત અભિયાન, મહિલા કેન્દ્રિત યોજના કે અન્ય યોજનાઓમાં જોડાઈ ચૂક્યા છે.