Main Menu

સોહા અલી ખાને લખ્યું પોતાના જીવન પર પુસ્તક

આજકાલ બોલીવુડ હસ્તીઓમાં પોતાના જીવન પર પુસ્તક લખવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન પણ હાસ્યપૂર્ણ અને વિચિત્ર કહાનીથી ભરેલ પુસ્તક રજૂ કરવા જઈ રહી છે. આ પુસ્તકનુ ટાઈટલ ધ પેરિલ્સ ઓફ બીઇંગ મોડેરેટ્લી ફેમસ છે. જેનું પ્રકાશન પેગુઈન ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. સોહા અલી ખાન શર્મિલા ટાગોર અને હરીયાણાના પ્રાચીન પટૌડી ખાનદાનના નવમા નવાબ મનસુરઅલી ખાન પટૌડીની નાની પુત્રી છે. જેને ભોપાલના નવાબના રૃપમાં ઓળખવામાં આવે છે. સોહા ફિલ્મ રંગ દે બસંતી અને તુમ મિલેમાં પણ પોતાના અભિનયના હુનર દેખાડી ચૂકી છે. તેણે જણાવ્યુ હતું કે મારુ આગામી પુસ્તક લોકોને વાંચવુ ગમશે. અભિનેત્રીએ વાચકોને વિનંતી કરી છે કે, જો તમે કરીના અને સૈફના રહસ્યો અંગે જાણવા માંગતા હોવ તો તમારે આ પુસ્તક ચોક્કસ વાંચવુ જોઈએ.