Main Menu

હુમા કુરૈશીના તમામ પ્રેમ પ્રકરણ અટકળો

બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીના પ્રેમ સંબંધની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનુ કેન્દ્ર બની છે. જોકે આ અભિનેત્રીએ પોતાના પ્રેમ પ્રકરણ અંગેની તમામ અફવાને ફગાવી દીધી છે. અભિનેત્રીનું કહેવુ છે કે, આ પ્રકારની અફવા ફાલતુ હોય છે ખબર નહીં લોકો કેમ આવી અફવા પર ધ્યાન આપે છે. પહેલા હુમા કુરૈશીનું ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હોવાની ચર્ચા સામે આવી હતી. અનુરાગની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરથી જ હુમાએ પોતાના ફિલ્મી કરીયરની શરૃઆત કરી હતી.

આ અંગે જ્યારે હુમા કુરૈશીને પૂછવામાં આવ્યુ કે તેઓ પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલ અફવાનો સામનો કેવી રીતે કરે છે. તો તેણે જણાવ્યુ હતું કે વાસ્તવમાં હું આ પ્રકારની અફવા અંગે ક્યારેય પણ વિચારતી જ નથી. હું હંમેશા એવુ માનુ છુ કે ફિલ્મ પ્રશંસકો સાથે તમારો સંબંધ સૌથી વધુ મહત્વનો છે. થોડા સમય પહેલા અભિનેતા સોહેલ ખાન સાથે પણ હુમાના અફેરની ચર્ચાએ જોર પકડયુ હતું. જોકે હુમાનુ માનવુ છે કે સોહેલ ખાન તો મારા ભાઈ સમાન છે. તેણે જણાવ્યુ હતું કે, આ પ્રકારની અટકળો ખૂબ જ આઘાતજનક હોય છે. ખાસ કરીને એક એવા વ્યક્તિ સાથે તમારા પ્રેમ પ્રકરણની અફવા ચાલે છે જેને તમે પોતાના ભાઈ સમાન માનતા હોવ.



(Next News) »