Main Menu

ગુજરાતમાં ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રે ૯૦૦ કરોડનું રોકાણ

રાજ્યના કિસાનોની એગ્રો પ્રોડકટને પૂરતા ભાવ મળે અને ગુજરાત બહાર નિકાસ થાય તે માટે રાજ્ય સરકારે એગ્રો બિઝનેસ પોલીસી જાહેર કરી છે. જે અંતર્ગત કિસાનોને વિવિધ ટેકસ માફી પણ આપવામાં આવી છે. રાજ્યમાં ફડ પ્રોસેસીંગ ક્ષેત્રે રૃા. ૯૦૦ કરોડથી વધુનું રોકાણ થયું છે, જેના દ્વારા કોલ્ડ ચેઇન, રેડિએશન પ્લાન્ટસ અને મેગા ફુડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે એમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડાયરેકટરે જણાવ્યું છે.

તેમના જણાવ્યાનુસાર વર્ષ ર૦૧પમાં જાહેર કરેલ એગ્રો બિઝનેસ પોલીસી હેઠળ રાજ્યના ખેડૂતો કે જે શાકભાજી, ફળ સહિત કૃષિ ઉત્પા્દનો, દૂધની બનાવટો વિદેશમાં નિકાસ કરવા સક્ષમ બને તે આશયથી પ્રોસીંગ, પેકેઝીંગ હાઉસ શરૃ કરવા એક યુનિટ દીઠ રૃ. ૧પ૦ કરોડ સુધીની રાહતો ટેકસ માફી માટે આપવામાં આવે છે.

સાથે સાથે ગુજરાતના ખેડૂતો, ઉત્પાદકો, જે એગ્રો એન્ડસ ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગ સ્થાપી વિદેશમાં નિકાસ કરવા સક્ષમ બને તે ઉદેશથી એક યુનિટ દીઠ રૃ. ૧.પ૦ કરોડથી ૪.૦૦ કરોડની સહાય આપવાની જોગવાઇ પણ રાજ્ય સરકારે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતોના શાકભાજી અને ફળ સહિતના વિવિધ બાગાયતી પાકોને રાજ્ય બહાર નિકાસ કરવા માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પેરીશેબલ કાર્ગોની શરૃઆત કરાઈ છે. જેના પરથી જૂન-જુલાઈ દરમિયાન રૃા. ૧,પ૦,૦૦,૦૦૦/-ની કિંમતની ૧પ૦૦ કિલોથી વધુ કેરીની નિકાસ કરવામા આવી છે. ઉપરાંત એપ્રિલ-૧૬થી ડિસેમ્બર-૧૬ દરમિયાન ૧૬પ૦ કિલો ઓર્ગેનિક હળદર, ૧૦પ૮ કિલો ઇસબગુલ પાવડર, એગ્રીકલ્ચર સીડ્સનું પ૩૬૦ કિલો કૃષિ બિયારણ, ૧૯પ૧૧૮૧ કિલો ફુડ આઇટમ, ૧૪૩૬૮૮ કિલો ફ્રુટ, વેજીટેબલ અને ફુલો-શાકભાજી અને ફુલો ર૦૭રર કિલો લાઇક પ્લાન્ટસ ૧૧૭૭૩૦ મરીન પ્રોડકટની નિકાસ કરવામાં આવી છે.