Main Menu

આઝાદીનાં 7 દાયકા બાદ પણ સિંચાઈની સવલતો મળતી નથી

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો પાણી, વીજળી વિના પરેશાન
અમરેલી, તા. 1પ
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને આઝાદીનાં 7 દાયકા બાદ પણ પુરતા પ્રમાણમાં વીજળી અને પાણી મળતા ન હોય જગતાત ગણાતા ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.
અમરેલી જિલ્‍લાનાં મહત્‍વનાં રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસનાં મોટાભાગનાં આગેવાનો ખેડૂતપુત્ર હોવા છતાં પણ તેઓ ખેડૂતોની ચિંતા ઘટાડી શકયા નથી.
જિલ્‍લામાં ઉદોગગૃહોની કમી અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી જિલ્‍લાની મોટાભાગની જનતાનો જીવનનિર્વાહ ખેતી પર પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે હોવા છતાં પણ ખેતી વ્‍યવસાયમાં સુવિધા આપવામાં આવતી ન હોય દર વર્ષે જિલ્‍લામાં વાવેતરમાં ઘટાડો થઈ રહૃાો છે.
જિલ્‍લાનાં ખેડૂતોને વીજળી અને પાણી મળે તો તેઓ ધરતીમાંથી સોનું તૈયાર કરી શકે તેટલા સક્ષમ હોવા છતાં રાજય સરકાર સુવિધા આપવામાં નિષ્‍ફળ રહી છે.
વીજળી, પાણી ઉપરાંત બિયારણ, ખાતર, નીલગાય, પોષણક્ષમ ભાવો સહિતની અનેક સમસ્‍યાઓ વિકરાળ બની છે અને જિલ્‍લાના ખેડૂતોને થતાં અન્‍યાય પ્રશ્‍ને લડત ચલાવી શકે તેવા સંગઠનનો અભાવ હોવાથી ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.


Source: Amreliexpress.com



(Next News) »