Main Menu

ભાજપ સરકાર બેટી બચાવો સુત્રને ભુલીને બળાત્‍કારીઓને બચાવો સુત્ર અપનાવે છે

અમરેલી, તા. 1પ
સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પ્રમુખ હસુભાઈ સુચકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવેલ છે કે, ભાજપ સરકારનાં રાજમાં અત્‍યાચાર, પાપાચાર અને વ્‍યાભિચારનું પ્રમાણ વધી રહૃાું છે. અને તેમાં સત્તાધારી પક્ષનાં આગેવાનો જ સંડોવાયેલ હોય આનાથી શરમજનક ઘટના બીજી શું હોય શકે.
વધુમાં જણાવેલ છે કે, નલિયાકાંડનાં કારણે સમગ્ર ગુજરાતની આબરૂને કલંક લાગેલ છે. અને આશ્ચર્યજનક બાબત એ છે કે, ભભબેટી બચાવોભભ સુત્ર આપનાર ભાજપ સરકાર ભભબળાત્‍કારીઓને બચાવોભભ સુત્ર અપનાવી રહીછે.
વધુમાં જણાવેલ છે કે, સાણંદમાં પાણી માંગનાર ખેડૂતો, મહિલાઓ, વૃઘ્‍ધો અને બાળકો પર ભાજપે અત્‍યાચાર કરીને હવે તો હદ વાટવી દીધી છે. તેઓએ ભાજપ સરકાર રાજયમાં શાસન ચલાવવામાં સદંતર નિષ્‍ફળ નિવડી હોય રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ નૈતિકતાથી રાજીનામું ધરી દેવું જોઈએ તેમ અંતમાં જણાવેલ છે.


Source: Amreliexpress.com