Main Menu

રાયડી જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરવામાં આવી

અમરેલી, તા.1પ
રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતોને હાલ પાક પકાવવા અંતિમ તબકકો ચાલી રહયો હોય અને અત્‍યારે રાયડી ડેમમાંથી પાણી ન મળે તો જીકાદ્રી નવી-જુની, એભલવડ, નાગેશ્રી, મીઠાપુર, દુધાળા, બારમણ નાના તથા બારમણ મોટા, પીંછડી, બાલાની વાવ, કંથારીયા, ખાલસા-કંથારીયા, ચૌત્રા સહિતના ગામોના ખેડૂતોને હાલ પાણી નહીં મળે તો પાક નિષ્‍ફળ જશે. જેથી તાત્‍કાલિક ધોરણે આ વિસ્‍તારના ખેડૂતોને રાયડી ડેમમાંથી પાણી આપવા જિલ્‍લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઈ વરૂએ કલેકટરને પત્ર પાઠવીને માંગ કરેલ છે.


Source: Amreliexpress.com