Main Menu

ગુજરાત જન અધિકાર મંચે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લાનાં બેરોજગાર યુવાનોને ન્‍યાય આપો
અમરેલી, તા. 1પ
રાજયનાં ફિકસ પગારદારો અને બેરોજગાર યુવાનોનાં પ્રશ્‍ને છેલ્‍લા 3 વર્ષથીગુજરાત જન અધિકાર મંચનાં નેજા હેઠળ સક્રીય રહેલ પ્રવિણ રામ સહિતનાં યુવાનોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
તેઓએ જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે કાર્યરત રિલાયન્‍સ શીપયાર્ડ કંપની 3 હજાર કામદારોને વેતન ચુકવતી ન હોય આગામી ર7 ફેબ્રુઆરીથી કંપની સામે આંદોલન કરવામાં આવશે.
વધુમાં જણાવેલ છે કે, જિલ્‍લાનાં ઉદ્યોગગૃહોમાં સ્‍થાનીક બેરોજગારોનો સમાવેશ કરવો જરૂરી છે. અને બેરોજગાર યુવાનો અને ફિકસ પગારદારોનાં પ્રશ્‍ને સતત લડત શરૂ રાખવામાં આવશે.
કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યા બાદ પ્રવિણ રામ, પ્રવિણ નકુમ, કાળુભાઈ વાઘ, કૌશિક રામ, પરેશભાઈ ભુવા, પ્રતાપભાઈ ભેડા સહિતનાં યુવા આગેવાનોએ અમરેલી એકસપ્રેસની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.


Source: Amreliexpress.com