Main Menu

બાબરામાં યુવક કોંગ્રેસનાં આગેવાનોએ નલિયાકાંડ સામે રોષ વ્‍યકત કર્યો

બાબરા,તા. 16
નલિયાકાંડ દુષ્‍કર્મકાંડમાં ભાજપનાં આગેવાનોની સંડોવણી ખુલતા તેના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. અને દેશભરમાં કોંગ્રેસ ઘ્‍વારા ભારે દેખાવો કરવામાં આવી રહૃાા છે. કોંગી અગ્રણી હિંમત રાસડીયાની આગેવાનીમાં બાબરામાં લાઠી વિધાનસભા વિસ્‍તારનાં યુથ કોંગ્રેસનાં આગેવાનોએ નલિયા દુષ્‍કર્મ કાંડને સખત શબ્‍દોમાં વખોડી કેન્‍ડલ માર્ચ યોજી હતી.
બાબરામાં નાગરિક બેન્‍ક ચોકમાં લાઠી વિધાનસભા વિસ્‍તારના યુથ કોંગ્રેસ પ્રમુખ જીતેન્‍દ્ર સોલંકી સહિતના આગેવાનો ઘ્‍વારા ગત રાત્રે અહી કેન્‍ડલ માર્ચ યોજી સુત્રોચ્‍ચાર કર્યા હતા.
પ્રમુખ જીતેન્‍દ્ર સોલંકીએ જણાવ્‍યું હતું કે, ભાજપના રાજમાં બેન-દીકરીઓ અસલામત બની છે. ભાજપના રાજમાં રક્ષક જ ભક્ષક બની ગયા છે. નલિયામાં એક મહિલા પર ભાજપના આગેવાનોએ જે દુષ્‍કર્મ આચર્યુ છે તે સમગ્ર દેશની જનતા માટે શરમજનક બાબત છે.
જીતેન્‍દ્રભાઈ સોલંકીએ આકરા શબ્‍દોમાં ભાજપની ઝાટકણી કાઢતા વધુમાં જણાવ્‍યું હતું કે ભાજપનું સુત્ર બેટી બચાવો નહી પણ બળાત્‍કારીઓને બચાવો છે.


Source: Amreliexpress.com