Main Menu

લોઠપુર ગામ પાસે રીક્ષા પલટી જતા 18ને નાની-મોટી ઈજાઓ

અમરેલી, તા.16
રાજુલા – જાફરાબાદ રોડ ઉપર સાંજના સમયે એક મુસાફર ભરેલ રીક્ષા પલટી મારી જતા આ છકડા રીક્ષામાં બેઠેલા 18 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થવાના કારણે તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા છે. જેમાં 4 જેટલા લોકોની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે મહુવા ખસેડાયાનું પણ જાણવા મળેલ છે. આ બનાવમાં ઘવાયેલાઓમાં શિયાળબેટ, મિતીયાળા, વાંઢ ગામના મુસાફરો મુસારી કરતા હતા.
આ બનાવ કેવી રીતે સર્જાયો તે અંગે તપાસનો વિષય પોલીસ ઘટના સ્‍થળે દોડી ઘવાયેલાઓને એમ્‍બ્‍યુલન્‍સ 108 દ્વારા દવાખાને ખસેડવામાં આવ્‍યાહતા.


Source: Amreliexpress.com