Main Menu

અમરેલી પાલીકાનું આગામી વર્ષ માટે રૂપિયા 73.70 કરોડનું બજેટ મંજુર

અમરેલી, તા. 16
આજે અમરેલી નગરપાલીકાની કારોબારી સમિતીની મીટીંગ સંદિપકુમાર ધાનાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને મળેલ હતી. જેમાં રમેશભાઈ ધાનાણી, શ્રીમતિ વર્ષાબેન સાવલીયા તથા શ્રીમતિ ચંદ્રીકાબેન સોળીયા, ફરીદભાઈ રહીશ, ઈકબાલભાઈ બીલખીયા વિગેરે કારોબારી કમિટીનાં સદસ્‍યો હાજર રહેલ હતા. અમરેલી નગરપાલીકાનું સને ર017-18 નાં વર્ષનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. બજેટમાં કુલ અંદાજીત આવક રૂા. 73.70 કરોડ તથા જાવક 73.6ર કરોડ દર્શાવવામાં આવેલ હતી અને પુરાંત 8,38,000 દર્શાવવામાં આવેલ હતી. બજેટની મુખ્‍ય જોગવાઈઓ મુજબ સરકારનીસ્‍વર્ણિમ જયંતિ યોજના યુડીપી-78, યુડીપી-88 હેઠળ શહેરના સર્વાંગી વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે. તેમજ અમૃત મિશન યોજના હેઠળ શહેરના મુખ્‍ય માર્ગો ઉપર સાયકલ ટ્રેક, ગાર્ડનીંગ સ્‍ટ્રીટલાઈટ તેમજ બગીચાના કામો હાથ ધરવાના આયોજન છે. તેમજ શહેરના તમામ વિસ્‍તારોને સ્‍ટ્રોમ વોટર ડ્રેનેજ હેઠળ આવરી લેવામાં આયોજનો પણ કરવામાં આવનાર છે. શહેરના લોકોની આરોગ્‍ય સુખાકારી તંદુરસ્‍તી જળવાઈ રહે તે માટે શહેરમાં આવેલ વ્‍યાયામ શાળા (અખાડા)માં અદ્યતન બેડમીટન કોર્ટ તેમજ મહિલાઓ તેમજ પુરૂષો માટે અદ્યતન જીમ્‍નેશીયમના નિર્માણ પણ હાથ ધરવાના આયોજન કરવામાં આવેલ છે.
આમ નગરપાલીકાનું બજેટ કારોબારી સમિતિમાં બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે. અને બજેટ સામાન્‍ય સભાની મંજુરી અર્થે સાદર કરવામાં આવેલ છે.


Source: Amreliexpress.com