Main Menu

રાજુલાનાં હીંડોરણા ચોકડીએ યુવાન ઉપર પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્‍યો

અમરેલી, તા.16
જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતા અને મજુરી કામ કરતા આરીફભાઈ યુસુફભાઈ મંસુરી નામના રર વર્ષીય યુવક ગઈકાલે પોતાના હવાલાવાળા મોટર સાયકલ લઈ રાજુલાથી નાગેશ્રી જતા હતા ત્‍યારે હીંડોરણા ચોકડી પાસે પહોંચતા રાજુલા ગામે રહેતા હેદર હાજીભાઈએ મોટર સાયકલ રોકાવી તું મારા દીકરાને ગાળો કેમ આપે છે ? તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથમાં ફેકચર કરી નાશી જઈ ગુન્‍હો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.


Source: Amreliexpress.com