Main Menu

રાજયભરનીશાળાઓમાં વ્‍યાયામ શિક્ષકોની ખાલી જગ્‍યાથી નારાજગી

અમરેલી, તા.16
રાજયભરની સરકારી અને ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક તથા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં અંદાજે 800 જેટલા વ્‍યાયામ શિક્ષકોની જગ્‍યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં નહીં આવતા ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્‍યો છે. શાળાઓમાં વ્‍યાયામ શિક્ષકોની ભરતી નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉમેદવારોએ ઉચ્‍ચારી હતી. ઉલ્‍લેખનીય છે કે પાંચ વર્ષે ટાટ પરીક્ષાની માન્‍યતા રદ થતી હોવાથી વ્‍યાયામ શિક્ષકોની ભરતી સત્‍વરે કરવાની માંગણી સાથે ગુજરાત રાજય માઘ્‍યમિક તથા ઉચ્‍ચતર માઘ્‍યમિક શારીરિક શિક્ષણ ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર હિતરક્ષક સમિતિ દ્વારા શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રાજય સરકાર દ્વારા શાળાના બાળકોમાં રહેલી રમત-ગમત પ્રત્‍યેની શકિત ખીલે તે માટે છેલ્‍લા પાંચ વર્ષથી ખેલમહાકુંભની પાછળ રમત-ગમત વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. પરંતુ શાળાઓમાં છેલ્‍લા પાંચ વર્ષથી વ્‍યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવતા ખેલમહાકુંભ કેટલે અંશે સફળ ગણી શકાય તેવા આક્ષેપો ઉમેદવારોમાં ઉઠવા પામ્‍યા હતા. રાજયભરની સરકારી અને ગ્રાન્‍ટેડ માઘ્‍યમિક શાળા તથા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાઓમાં અંદાજે 800 જેટલા વ્‍યાયામ શિક્ષકોની જગ્‍યા ખાલી હોવા છતાં ભરતી કરવામાં નહીંઆવતા હોવાનું ઉમેદવારોએ જણાવ્‍યું હતું. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ગણિત, વિજ્ઞાન સહિતના વિષયોના શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ વ્‍યાયામ શિક્ષકોની ભરતી નહીં કરીને શારીરિક શિક્ષણની વિષયની અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉમેદવારોએ કર્યા છે. શાળાના શિક્ષક માટે માન્‍ય કરાયેલી ટાટ પરીક્ષાને પાંચ વર્ષને અંતે ઉમેદવારે ફરીથી ટાટ પરીક્ષા પાસ કરવી પડે છે. ઉલ્‍લેખનીય છે કે પાંચ વર્ષ પછી ટાટ પરીક્ષા પાસના પ્રમાણપત્રની માન્‍યતા રદ ગણવામાં આવે છે. આથી શારીરિક શિક્ષણની લાયકાત ધરાવતા મોટાભાગના ઉમેદવારોએ વર્ષ-1રમાં ટાટ પરીક્ષા પાસ કરી હોવાથી માર્કશીટની મુદતમાં બે વર્ષનો વધારો કરવો અથવા સત્‍વરે વ્‍યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી ઉમેદવારોમાં ઉઠવા પામી છે. રાજયની શાળાઓમાં વ્‍યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો ભગતસિંહના ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરીને વિધાનસભાની ચૂંટણીનો વિરોધ કરવાની ચીમકી ઉમેદવારોએ ઉચ્‍ચારી છે.


Source: Amreliexpress.com