Main Menu

આલેલે : શ્રમજીવીને પીજીવીસીએલે રૂપિયા ર3 હજારનો દંડ ફટકાર્યો

અમરેલી, તા. 16
એક તરફ પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશની ચૂંટણી સભાઓમાં ગરીબો અને ખેડૂતોનાં કલ્‍યાણની જાહેરાતો કરી રહૃાા છે ત્‍યારે તેના હોમ ગ્રાઉન્‍ડગુજરાતમાં આવેલ નાની કુંકાવાવ ગામનો ગરીબ પરિવાર પીજીવીસીએલનાં કારણે હેરાન-પરેશાન થઈ ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે, કુંકાવાવ નજીક આવેલ નાની કુંકાવાવ ગામનાં શ્રમજીવી અશોકભાઈ પરમારનું મકાન ગત વર્ષે થયેલ અતિવૃષ્‍ટિમાં નેસ્‍તનાબુદ થયું હતું અને વીજ મીટર પણ તણાઈ ગયેલ. બાદમાં 6 મહિના પછી મહામુસીબતે મકાન તૈયાર કરવામાં આવ્‍યું. ગત તા. રર જુલાઈનાં રોજ તેમના ઘરે નવું વીજ મીટર લગાવવામાં આવ્‍યા બાદ ર3 ઓગષ્‍ટનાં રોજ તેઓ વીજ ગ્રાહક નથી તેવું માનીને ચેકીંગ ટીમે તેઓને રૂપિયા ર3 હજાર 379નો દંડ ફટકારીને કલમ 13પ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરતાં શ્રમજીવી પરિવારનાં પગ નીચેથી જમીન સરકી ગયેલ છે.
બાદમાં તેઓ 6 મહિનાથી સ્‍થાનીકથી લઈને જિલ્‍લાકક્ષા સુધી રજુઆત કરી રહૃાા હોવા છતાં પણ કયાંયથી પણ ન્‍યાય ન મળતાં તેઓ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અરજી કરીને અમરેલી એકસપ્રેસ દૈનિકની મદદ માંગવા આવી પહોંચ્‍યા હતા.
અમરેલી એકસપ્રેસ ઘ્‍વારા અધિક્ષક ઈજનેર ભટ્ટનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવતાં તેઓએ શ્રમજીવી પરિવારને બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી છે. અને સમગ્ર કેસમાં જે કોઈ કસુરવાન હશે તેનો ખુલાશો પુછવામાં આવશે તેવું આશ્‍વાસન આપેલ છે.


Source: Amreliexpress.com