Main Menu

બગસરામાં ઠેકઠેકાણે દારૂનાં હાટડાઓ શરૂ થતાં રોષનો માહોલ

અમરેલી, તા. 16
રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ દારૂબંધી માટે કડક કાયદો બનાવતાં થોડા દિવસો માટે બુટલેગરોમાં ફફડાટ ફેલાયા બાદ પૂનઃ બગસરામાં ઠેરઠેર દારૂનાં હાટડાઓ શરૂ થતાં શહેરીજનોમાં નારાજગીનો માહોલ ઉભો થયો છે.
તાજેતરમાં શહેરની એક ખાનગી હોસ્‍પીટલનાં સંચાલક દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસે અકળ સમગ્ર પ્રકરણ ભીનુ સંકેલી લીધાની તેમજ એક મહિલા પાસેથી દેશી દારૂ ઝડપાયા બાદ તે પ્રકરણને પણ બંધ કરી દેવામાં આવ્‍યાની ચર્ચાએ જોર પકડયું હોય ઉચ્‍ચ કક્ષાએથી તટસ્‍થ તપાસ કરવામાં આવે તેવી માંગશહેરીજનોમાંથી ઉભી થઈ છે.


Source: Amreliexpress.com