Main Menu

રોષ : વડીયામાં આજે હજારો ખેડૂતોની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસ દ્વારા રેલીનું કરાયું આયોજન

કુંકાવાવ, તા.16
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા લોકો ઉપર થઈ રહેલા અત્‍યાચાર અને સ્‍ત્રી સશકિતકરણની વાતો કરતી સરકારમાં સ્‍ત્રીઓ ઉપર થઈ રહેલા જુલ્‍મો અને તેમાં સંડોવાયેલા ભાજપના નેતાઓ તથાતેને બચાવવા માટે ભાજપ સરકારની પેરવી થઈ રહી હોય તેમજ ખેડૂતો પોતાનો હકક માંગવા શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ હોય ત્‍યારે તેની ઉપર લાઠીચાર્જ અને 307 જેવી કલમો લગાડવાના વિરોધમાં આવતીકાલે તાલુકાના રપ ગામના ખેડૂતો દ્વારા રેલી સ્‍વરૂપે આવેદન આપી વિરોધ કરવા વડીયા ખાતે જિલ્‍લા કોંગ્રેસના અગ્રણી નેતા વિરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી તથા જિલ્‍લા આરોગ્‍ય સમિતિના ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયાની આગેવાની નીચે 3 હજાર લોકોની હાજરીમાં રેલી સ્‍વરૂપે વિરોધ પ્રગટ કરવામાં આવશે.


Source: Amreliexpress.com