Main Menu

અમરેલીનાં વેરા બાકીદારો સામે કરાશે કડક કાર્યવાહી

અમરેલી, તા. 16
અમરેલી શહેરનાં વિકાસનાં કામોને વેગવંતા બનાવવા નગરજનો પાસે બાકી કરોડો રૂપિયાનાં વેરા વસુલાત માટે પાલિકા ર્ેારા બાકીદારોને નોટીસો આપી કોઈપણની શેહ-શરમ રાખ્‍યા વિના મિલકત જપ્‍તી-સિલ તેમજ નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાશે.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી શહેરમાં વિકાસ કામો કરવા માટે સ્‍થાનિક આવકનાં સ્‍ત્રોત મિલકત વેરા તેમજ પાલિકા હસ્‍તકની મિલકત ભાડા ઉપર નિર્ભર હોવાથી પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, ચિફ ઓફિસર કેતન વાનાણી ર્ેારા વેરા વસુલાત માટે વેરા અધિકારી એ.વી. મસેને તાકિદ કરવામાં આવતા પાલિકા ર્ેારા શહેરીજનો પાસે બાકીકરોડો રૂપિયાનો વેરો વસુલવા બિલો આપવા છતાં પણ બાકીદારોએ વેરો ભરવામાં અનદેખી કરતાં પાલિકાનાં કર્મચારીઓ ર્ેારા ડોર-ટુ-ડોર વેરા વસુલાતની કામગીરી હાથ ધરાયેલ તેમ છતાં પણ વેરો નહી ભરનારા 170 જેટલા આસામીઓને નોટીસો ફટકારવામાં આવેલ છે. જેઓની સામે મિલકત સીલ-જપ્‍તી કરવી તેમજ નળ જોડાણ કાપવા સહિતની કડક હાથે કામગીરી હાથ ધરાશે. જેમાં કોઈની પણ શેહ-શરમ રાખવામાં આવશે નહી. સાથોસાથ નગરજનોએ પણ બાકી વેરો ભરપાઈ કરવાની નૈતિક ફરજ દાખવી કાનુની કાર્યવાહીથી દૂર રહી શહેરનાં વિકાસમાં આગળ વધવાની પ્રાથમિક ફરજ હોવાની અપીલ કરવામાં આવેલ છે.


Source: Amreliexpress.com