Main Menu

અમરેલીની ‘અમર ડેરી’ની મહિલા વિકાસગૃહની બાળાઓએ મુલાકાત લીધી

અમરેલી, તા. 16
અમરેલી જિલ્‍લાને પુરક રોજગારી રળી આપતી અમરેલી જિલ્‍લા સહકારી દુધ ઉત્‍પાદક સંઘ સંચાલિત ભભઅમર ડેરીભભની શુભેચ્‍છા મુલાકાતે મહિલા વિકાસ ગૃહની બાળાઓ આવતા ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલે આ બાળાઓને આવકારી હતી. સેવાભાવી અગ્રણી એવા ચંદુભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે મહિલા વિકાસ ગૃહની બાળાઓએ ડેરી સાઈટના વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી અને સ્‍વયંમ સંચાલિત મશીનરી દ્વારા થતી કામગીરી નિહાળી હતી. સાથોસાથ આઈસ્‍ક્રીમની લીજજત માણી હતી. અમર ડેરીની મુલાકાત વેળા ડો. આર.એસ. પટેલ, ચંદુભાઈ સંઘાણી અને ડેરી ડિરેકટર રાજુભાઈ માંગરોળીયા ખાસ ઉપસ્‍થિત રહયા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મહિલા વિકાસ ગૃહની બાળાઓના સર્વાંગી વિકાસ માટે ચંદુભાઈ સંઘાણી નોંધપાત્ર કામગીરી રહેલ છે તેમ મહિલા વિકાસ ગૃહની અખબારી યાદીમાં જણાવાયેલ છે.


Source: Amreliexpress.com



« (Previous News)