Main Menu

અમરેલીના માણેકપરામાં સીસી રોડનો પ્રારંભ કરાવતા પ્રમુખ ગોંડલીયા

અમરેલી, તા. 16
અમરેલીના માણેકપરા વિસ્‍તારમાં સી.સી. રોડના નવીનીકરણના કામનો પાલિકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ પ્રારંભ કરાવતા આ વિસ્‍તારના રહેવાસીઓ આનંદની લાગણી છવાઈ છે.
શહેર વિકાસ સમિતિના ચેરમેન પી. પી. સોજીત્રા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જે. પી. સોજીત્રાની વિશેષ ઉપસ્‍થિતિમાં અને પાલિકાના ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, કારોબારી સમિતિના ચેરમેન સંદિપભાઈ ધાનાણી, આ વિસ્‍તારના સભ્‍ય હિરેનભાઈ સોજીત્રા, પ્રકાશભાઈ કાબરીયા, ભારતીબેન શુકલ, પંકજભાઈ રોકડ તથા ચીફ ઓફીસર કેતનભાઈ વાનાણી, એન્‍જીનીયર એચ. પી. ખોરાસીયાની હાજરીમાં ગણેશ કોમ્‍પલેક્ષથી શરૂ કરીને બી.એમ. ચોક સુધીના 7×ર00 ચો.મી.ના સીમેન્‍ટ કોન્‍ક્રીટ ટ્રીમીક રોડનો પ્રારંભ પાલિકા પ્રમુખ ગોંડલીયાએ શ્રીફળ વધેરીને કરાવ્‍યો હતો.
સમગ્ર શહેરના આઠ વોર્ડમાં ભુગર્ભ ગટરના કારણે માર્ગોની હાલત અત્‍યંત જર્જરીત થઈ જતા પાલિકાના કોંગી શાસકો ર્ેારા સાડા પંદર કરોડના ખર્ચે આવા માર્ગોના સમારકામ અને નવીનીકરણના કામો શરૂ કરવામાં આવ્‍યા છે જર્જરીત માર્ગોના કારણે હાલાકી ભોગવતા નગરજનોએ કામો શરૂ થતા રાહત અનુભવી છે.


Source: Amreliexpress.com



(Next News) »