Main Menu

પ્રેરણા : અમરેલીનાં મહિલા વિકાસ ગૃહમાં જન્‍મદિવસની ઉજવણી

અમરેલી, તા.16
જેમને પરિવારનુ સુખ સાપડયુ નથી તેવી વિકાસ ગૃ્રહની બાળાઓને માટે સમાજ પરિવાર બની ચુકયો છે અને પરિવાર જેટલો જ પ્રેમ અને આવકાર સમાજ તરફથી મળી રહયો છે જેની પ્રતિતિ તાજેતરમા અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના બ્રાન્‍ચ મેનેજર દિલીપભાઈ ગજેરાએ તેમનો જન્‍મ દિવસ સુચારૂરીતે ઉજવ્‍યો જે નોંધનીય બાબત છે.
ગજેરા એ અમરેલી મહિલા વિકાસ ગૃહની બાળાઓને પોતાના જન્‍મ દિવસે ભોજન કરાવીને અંતરના આશિષ મેળવ્‍યા હતા આ તકે તેમનો પરિવાર ઉપસ્‍થિત રહેલ તેમ મહિલા વિકાસગૃહની અખબારી યાદીમા જણાવાયેલ છે.


Source: Amreliexpress.com