Main Menu

અચ્‍છે દિન : અમરેલીજિલ્‍લાનાં તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એમબીબીએસ તબીબની નિમણૂંક

અમરેલી, તા.16
અમરેલી જિલ્‍લાનાં તમામ જિલ્‍લા પંચાયત હસ્‍તકનાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં એક એમબીબીએસ ડોકટર તથા બે આયુષ (આયુર્વેદિક -1, હોમીયોપેથીક-1)ની નિમણૂંક કરવામાં આવેલ છે. જેથી તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોમાં એલોપથી આયુર્વેદિક સારવાર ઉપલબ્‍ધ છે. જેથી ગ્રામ્‍ય વિસ્‍તારના તમામ લોકોએ જુદી જુદી સારવાર ઉપલબ્‍ધ હોય જેથી તમામ સેવાઓનો લાભ લેવા જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબેન ઠુંમર તથા આરોગ્‍યના ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયાએ જણાવેલ છે.


Source: Amreliexpress.com