4 C
New York
April 1, 2020
Gujarat

5 વર્ષના દીકરાને પૂરથી બચાવવા પિતા કૂદ્યો, છત પર લાવ્યો અને છોકરો, ‘ડેડી.. ’ રાડ પાડીને તણાઇ ગયો
ઇન્ટરનેશનલ ડેસ્ક:અમેરિકા પાસેના બહામાસ ટાપુમાં અત્યારે ડોરિયન વાવાઝોડું ત્રાટક્યું છે. 30 લોકો મરી ગયાં છે. ત્યાંની આ ઘટના છે. 38 વર્ષના એડ્રીઆન ફેરિન્ગ્ટને તેના 5 વર્ષના બાળકને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા, પણ પાણીના જોર સામે તે ટકી ન શક્યો. બાળકનો હાથ તેણે પકડી રાખ્યો હતો પણ પાણીનું એવું તાકાત વાળુ મોજુ આવ્યું કે એ વહાલસોયો દીકરો બાપના હાથમાંથી છટકીને જતો રહ્યો. એ તણાઇ રહ્યો હતો ત્યારે તેણે ‘ડેડી.. ડેડી’ની બૂમો પણ પાડી હતી.

ફેરિન્ગ્ટને ભાંગેલા પગ સાથે સ્થાનિક હોસ્પિટલમાં એક મીડિયા એજન્સીને જણાવ્યું કે તેણે ધસમસતા પાણીના પ્રવાહથી તેના બાળકને બચાવવા માટે એક છત પર ચડાવી દીધો હતો. તેણે દીકરાને આજીજી કરીને મોં બંધ રાખીને શ્વાસ લેવા માટે કહ્યું હતું. છોકરો રડી રહ્યો હતો. ફેરિન્ગ્ટન પાણી સાથે બાથ ભીડીને તેના બાળકને શાંત થઇ જવા માટે વિનંતિ કરતો રહ્યો. પાણીના પ્રવાહ વચ્ચે આ સટાસટી ચાલી રહી હતી ત્યારે ફેરિન્ગ્ટન છત પર ચડીને તેના પુત્ર પાસે પહોંચવા માંગતો હતો. પણ તે ઉપર પહોંચે તે પહેલાજ પાણીમાં જોરદાર મોજું આવ્યું અને તેનો દીકરો તણાઇ ગયો.

”મને હજુ યાદ છે તે ડેડી કહીને બૂમ પાડી રહ્યો હતો. ”, રડતી આંખોએ ફેરિન્ગ્ટને હોસ્પિટલમાં જણાવ્યું હતું. અહીં તે તૂટેલા હાડકાંની સારવાર લઇ રહ્યો છે.

દીકરાને બચાવવા ફેરિન્ગ્ટન પાણીમાં કૂદ્યો

જેવો તેનો દીકરો તણાયો , તેને બચાવવા માટે તે પાણીમાં કૂદી પડ્યો હતો. છતની આસપાસ મકાનના તૂટેલા લાકડાઓને વીંધીને તે સામી તરફ નિકળી ગયો હતો. પરંતુ પાણીના પ્રવાહમાં તેનો દીકરો અદ્રશ્ય થઇ ગયો હતો. તે પણીમાં અંદર ડૂબકી મારીને તેના દીકરાને શોધવા લાગ્યો પરંતુ કંઇ હાથમાં આવ્યું નહીં.

”મને કંઇ મળ્યુ નહીં. હું પાછો ઉપર આવ્યો. મારો શ્વાસ રોક્યો અને ફરી પાણીની અંદર શોધવા ગયો. આ સમયે લોકો મારી પત્નીને સુરક્ષિત સ્થાને લઇ ગયા અને તેઓ મને પાછા ફરવા માટે કહી રહ્યા હતાં. પણ હું મારા દીકરાને મૂકીને પાછો આવવા માગતો ન હતો. ”

કલાકો સુધી મથ્યા બાદ પણ જ્યારે તેનો દીકરો ન મળ્યો તો ફેરિન્ગ્ટન એક ઉંચા મેદાન પાસે આવી ગયો. તેને હજુ લાગે છે કે બાળક મળી જશે પણ ગંભીર હકીકતની આશંકાથી તે વ્યથિત છે. તેના કહેવા પ્રમાણે એક પાંચ વર્ષના બાળકનું મળવું અઘરું છે. જેવી રીતે તે મારી સામેથી ગયો, મને ખબર છે કે કંઇ પણ થઇ શકે.

ડોરિયન વાવાઝોડાના લીધે 30ના મોત

અમેરિકાની પાસે બહામાસ અને અન્ય વિસ્તારોમાં વાવાઝોડા ડોરિયનના કારણે 30થી વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન હુબર્ટ મિનિસે આ વિશે મીડિયાને માહિતી આપી છે. આ પહેલાં ઓફિશિયલ રીતે 20 લોકોના મોત થયા હોવાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ મૃત્યુઆંક વધવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, ગ્રાન્ડ બહામાસ અને અબૈકો દ્વીપના 70 હજાર લોકોને મદદની જરૂર છે. અહીં કાટમાળમાં ઘણાં લોકો દબાયા હોવાની શંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે ડોરિયન કેટેગરી 2 વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું ગુરુવાર-શુક્રવાર દરમિયાન 185 કિમીની ઝડપથી ઉત્તીર અને દક્ષિણ કૈરોલિના તરફ આગળ વધ્યું છે. તે શુક્રવાર-શનિવાર દરમિયાન રાત્રે લેન્ડફોલ કરી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓને દરિયાઈ વિસ્તારના લોકોને મદદ પહોંચાડવાનો આદેશ આપ્યો છે.

8.5 લાખ લોકોને તુરંત હટવાનો આદેશ

ચાર્લ્સટન કાઉન્ટીમાં 30 હજારથી વધારે લોકો અંધારામાં છે. 70 હજાર લોકોની વીજળી કાપની મુશ્કેલી સહન કરવી પડે છે. 1500 લોકોને 28 શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તે સિવાય 8.5 લાખ લોકોને દરિયાઈ કિનારાથી સુરક્ષીત સ્થાન પર જવાનો આદેશ આપ્યો છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Todayએડ્રીઆન ફેરિન્ગ્ટન તેના પુત્ર સાથેRelated posts

ગુજરાત મહારાષ્ટ્ર સરહદે ભીલાડ ખાતે સદગતિ અને સન્મતિ માટે યોજાઈ ભાગવત કથા

thebapu

પ્રેસ-મીડિયાના કર્મચારીઓ સાથે અવિવેક ન કરવો : શિવાનંદ ઝા

thebapu

30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે Df-41 મિસાઇલ, સૌથી લાંબી દૂરીથી વાર કરનાર વિશ્વની એકમાત્ર મિસાઇલ

thebapu
error: Content is protected !!