4 C
New York
April 1, 2020
Gujarat

ચીનમાં પહેલા દિવસે સ્કૂલે જતા 8 બાળકોની 40 વર્ષના હુમલાખોરે હત્યા કરી




બેજિંગ: ચીનના હુબેઇની એક સ્કૂલમાં આઠ બાળકો માટે પહેલો દિવસ જ મરણિયો બન્યો હતો. રિપોર્ટ પ્રમાણે અહીં એક 40 વર્ષના શંકાસ્પદ વ્યક્તિએ શાળામાં આવી રહેલા આઠ બાળકો પર હુમલો કરી તેમને મારી નાખ્યા હતાં. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા ઘાયલોની સારવાર સાથે બાળકોની મનોવૈજ્ઞાનિક સારવાર પણ પૂરી પાડવામાં આવી છે જેથી તેમનામાંથી ડર દૂર થાય.

આ ઘટના હુબેઇના ઇન્શિ શહેરની શાયાંગ્પો એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. હુમલો શેનાથી કર્યો અને ઘટના કેવી રીતે થઇ તેની માહિતી પોલીસ અથવા સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ ઘટનામાં બે બાળકો ઘાયલ છે. અહીં એલિમેન્ટરી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની ઉંમર 6 થી 13 વર્ષની વચ્ચે હોય છે. ચીનમાં છેલ્લા અમુક વર્ષોથી સ્કૂલોમાં ચાકૂથી થતા હુમલાની સંખ્યા વધી છે. એપ્રિલમાં એક વ્યક્તિએ હુનાન પ્રાંતની પ્રાથમિક શાળામાં બે લોકોને ચાકૂથી મારી નાખ્યા હતા. આ ઘટનામાં બે ઘાયલ હતા જે વિદ્યાર્થીઓ હતા.

ગત વર્ષે ઓક્ટોબરમાં એક મહિલાએ શિઉઆન પ્રાંતના એક કિન્ડરગાર્ડનમાં 14 બાળકોને ચાકૂ વડે ઘાયલ કરી દીધા હતાં. 2018ના એપ્રિલ મહિનામાં એક વ્યક્તિએ શાળાથી પાછા આવી રહેલા 9 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today



A 40-year-old attacker kills 8 children at school on the first day in China: officials



Related posts

અમેરિકામાં મોદીને રેડ કાર્પેટ તો ઈમરાનને ડૉર કાર્પેટ, મોદીનું ગ્રાન્ડ વેલકમ તો ઈમરાનના સ્વાગતમાં કોઈ તામજામ નહીં

thebapu

રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

thebapu

‘જનતા કફર્યુમાં’ જોડાજો – ‘કોરોના’ને ગંભીરતાથી લેજો-સ્વચ્છતા રાખજો-બહાર જવાનુ ટાળજોઃ ગીતા રબારી

thebapu
error: Content is protected !!