3.2 C
New York
April 1, 2020
Gujarat

ક્લાઇમેટ ચેન્જ માટે દાદી-નાનીઓનું થિયેટર ગ્રૂપ જાગૃત કરી રહ્યું છે, તેમને દેશભરમાંથી લોકો બોલાવે છે




અરલંસ્કોય (તૂર્કી): તૂર્કીના નાનકડા તાલુકામાં અરલંસ્કોયની 62 વર્ષની દાદીમાં આજ કાલ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. કારણ તેમણે શરૂ કરેલ થિયેટર ગ્રૂપ છે. આ ગ્રૂપમાં તમામ મહિલાઓ છે. આ ગ્રૂપ ક્લાઇમેટ ચેન્જ અંગે જાગરુક્તા લાવવા માટે એલગ-અલગ સ્થળોએ નાટક મંચન કરે છે. અત્યારે આ મહિલાઓ તેમના નવા નાટક ‘મધર ધ સ્કાય ઇઝ પીયર્સ્ડ’ના રિહર્સલમાં વ્યસ્ત છે.

આ વિશ્વ આપણું પણ છે, તેને શ્રેષ્ઠ દેખરેખની જરૂર છે
આ મહિલા થિયેટર ગ્રૂપની પ્રમુખ ઉમ્મિય કોકાક ઇચ્છે છે કે વિશ્વભરમાં લોકો આ સમસ્યાને સમજે અને ગંભીરતાથી લે. કોકાકના જણાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જ માત્ર તેમના તાલુકાની જ નહીં પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે. હું આ સમસ્યા અંગે જેટલા જોરથી અવાજ ઉઠાવી શકું છું. તેટલો ઉઠાવીશ. આ વિશ્વ આપણું પણ છે. તેને શ્રેષ્ઠ દેખરેખની જરૂર છે. વાસ્તવમાં કોકાક અગાઉ પણ નાટક લખતાં હતાં. તેમના નાટકોનો ઉદ્દેશ્ય ધારણાઓ બદલવાનો હોય છે. અગાઉ તેમણે ગરીબી, અલ્ઝાઇમર, બીમારી, ઘરેલુ હિંસા જેવા મુદ્દે નાટક લખ્યા છે. તૂર્કીના ટીવી ડ્રામા પર તેમની બહુ ચર્ચા પણ થઇ. કોકાક અરલંસ્કોયમાં લગ્ન પછી આવ્યાં હતાં. ત્યાં તેમણે જોયું કે મહિલાઓ ઘર અને ખેતરોમાં સમાન રીતે કામ કરે છે. તેમને લાગ્યું કે આ યોગ્ય નથી. આ મહિલાઓની વાત સાંભળવી જોઇએ. તેઓ ઘણા સમયથી આ કામ પર હતાં. થિયેટર ગ્રૂપ એનું જ પરિણામ છે. ગામમાં કોઇ હોલ કે સેટ તો હતો નહીં. તેથી કોકાકે ઘરના ગાર્ડનમાં જ રિહર્સલ શરૂ કરાવી દીધું. ધીમે-ધીમે આ ગ્રૂપની ચર્ચા સમગ્ર તૂર્કીમાં પ્રસરી ગઇ. હવે લોકો આ દાદી-નાનીઓને સ્થાનક સ્તરે નાટક મંચન માટે બોલાવે છે.

રોનાલ્ડોની સાથે એડ પણ કરી ચૂક્યાં છે
કોકાકને 2013માં તૂર્કીની મહિલાઓ અંગે ફિલ્મ બનાવવા માટે ન્યૂયોર્ક ફેસ્ટિવલમાં એવોર્ડ પણ મળ્યો હતો. કોકાકે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે એડ પણ કરી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today



Grandmother’s Theater Group is raising awareness for Climate Change, calling them from all over the country



Related posts

બોર્ડ પરીક્ષા : આજે ધોરણ ૧૦માં વિજ્ઞાનનું પેપર હશે

thebapu

સોમવારે રાત્રે કાબુલમાં બ્લાસ્ટ,દિલ્હીમાં અકસ્માત અને ઈમારત ધરાશાયીનો બનાવ

thebapu

રાજકોટથી કારમાં સંતાડીને લઈ જવામાં આવતી રૂ.1.17 કરોડની ચાંદી જાબુવાથી જપ્ત

thebapu
error: Content is protected !!