9.8 C
New York
April 9, 2020
Gujarat

સૌથી શક્તિશાળી એટલાન્ટિક સમુદ્રી વાવાઝોડું અમેરિકા તરફ વધી રહ્યું છે, એબેકો ટાપુ ડૂબ્યો




નિકોલસ બોગેલ બરોજ, વોશિંગ્ટન: કેટેગરી 5નું વાવાઝોડુ ડોરિયન અમેરિકા તરફ 285 કિમીની ઝડપે વધી રહ્યું છે. તેને જોતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર અને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરાઇ છે. આ વાવાઝોડુ કેરેબિયન ટાપુના બહામાસ પહોંચી ગયું છે. બહામાસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. અહીં 13 હજારથી વધુ ઘરોને નુકસાન થયું અને ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. નજીકનો એબેકો ટાપુ સંપૂર્ણપણે ડૂબી ગયું છે. અમેરિકી ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે વાવાઝોડાની અસર લગભગ 8.30 લાખ લોકો પર થશે. એટલા માટે દક્ષિણ-પૂર્વ કિનારાને ખાલી કરાયા છે. લગભગ 73 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. 14 મોટા રાહત કેમ્પ બનાવાયા છે. સમુદ્રમાં 7 મીટરથી પણ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. આ સૌથી મોટું શક્તિશાળી એટલાન્ટિક સમુદ્રી વાવાઝોડુ છે. 2016માં શક્તિશાળી એટલાન્ટિક વાવાઝોડુ મેથ્યૂ હૈતીમાં 230 કિમી/કલાકની ઝડપે ત્રાટક્યું હતું.

ટ્રમ્પે કહ્યું- કેટેગરી 5નું કોઈ વાવાઝોડું હોતું નથી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અધિકારીઓ સાથે બેઠક યોજી અને કહ્યું કે વાવાઝોડુ ઉગ્ર નથી. કેટેગરી 5નું વાવાઝોડુ હોતું નથી.

મેનેજમેન્ટ : સ્કૂલ, ચર્ચને શેલ્ટર હોમ બનાવાયા
ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે સ્કૂલ, કોલેજો, ચર્ચ અને અન્ય સરકારી ભવનને શેલ્ટર હોમ બનાવી દીધા છે. અહીં ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ પણ તહેનાત છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today



તસવીર એબેકો ટાપુની છે. અહીં 8 હજાર ઘરોને નુકસાન થયું હતું.



Related posts

5 વર્ષના દીકરાને પૂરથી બચાવવા પિતા કૂદ્યો, છત પર લાવ્યો અને છોકરો, ‘ડેડી.. ’ રાડ પાડીને તણાઇ ગયો

thebapu

ચીનમાં પહેલા દિવસે સ્કૂલે જતા 8 બાળકોની 40 વર્ષના હુમલાખોરે હત્યા કરી

thebapu

રાજકોટ વિશ્વ મહિલા દીને એટધીસ ટાઈમ્સ વુમન-૨ લેખક સંપાદક વિદ્વાન વિવેચક સુભાષ ડોબરીયાના પુસ્તકનો અરવિંદ મણીયાર હોલ ખાતે ભવ્ય વિમોચન સમારોહ યોજાયો

thebapu
error: Content is protected !!