9.8 C
New York
April 9, 2020
Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિમહત્વનો ભાગ ભજવશે. – જીતુભાઇ વાઘાણી

તા. ૨૬ ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિધાનસભામાં રજુ કરાયેલ
ગુજરાત સરકારના અંદાજપત્રને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા સાથેનું વિકાસલક્ષી તથા સંવેદનાસભર, સર્વાંગી ઉન્નતિ માટેનું બજેટ આપવા બદલ હું પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિ મહત્વનો ભાગ ભજવશે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિકાસ, યુવા રોજગાર અને જનસુખાકારીને પ્રાધાન્ય આપતું આ બજેટ ગુજરાતના કરોડો નાગરિકોની સમૃદ્ધિમાં વધારો કરશે તેવો મને સંપૂર્ણ ભરોસો છે. ‘સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર સાથે તૈયાર કરાયેલા બજેટથી ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો, ઉદ્યમીઓને આગામી સમયમાં અનેક ફાયદાઓ થવા જઈ રહ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭,૪૨૩ કરોડની જોગવાઈ કરવાંમાં આવી છે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાતની ભાજપા સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઈ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમો, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે. ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વર્ષ ૨૦૨૦-૨૧ માટેના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. ૧૩,૪૪૦ કરોડની જોગવાઇ કરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જે રીતે દેશના વિવિધ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજનાઓ શરૂ કરી છે તેવી જ રીતે ગુજરાત સરકારે રાજ્યના નગરોને સ્માર્ટ ટાઉન બનાવવા વિવિધ આયોજન કર્યા છે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિદ્યાર્થીઓના ભાવિને ઉજ્જવળ બનાવવાના હેતુસર શિક્ષણ ક્ષેત્રે બજેટમાં કુલ રૂ. ૩૧,૯પપ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તે પ્રશંશનીય છે. રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અદ્યતન સુવિધાઓ સાથે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ આપવા માટેની ગુજરાતની ભાજપ સરકારની કટિબદ્ધતા આજના આ બજેટમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના આ સર્વસમાવેશક બજેટમાં ફળફળાદી-શાકભાજી વેચતા ફેરીયાઓ, બાંધકામ મજૂરો, સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવતા કચરો વિણતા શ્રમજીવીઓ માટે પણ યોજનાઓ છે. જે સરકારની સામાન્ય નાગરિક પ્રત્યેની સંવેદનાના દર્શન કરાવે છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આજે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. રોડની સાઈડમાં ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી અને શાકભાજી વગેરેનું વેચાણ કરતા હજારો લારીવાળા ભાઈ-બહેનોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળો અને શાકભાજી વગેરે બગડી ન જાય તે માટે તેઓની મોટી સાઇઝની છત્રીઓ આપવાનો નિર્ણય સરાહનીય છે. પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આજે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તમામ જ્ઞાતિજાતી-વર્ગસમુહ-સમાજના યુવાઓ, મહિલાઓ માટે કોઈ ને કોઈ વિકાસલક્ષી યોજના આજના બજેટ માં છે. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮,૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે. શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપા સરકારનું આ બજેટ વિકાસના નવા આયામો સર કરવા માટેનો રોડમેપ બની રહેશે.

 

The post પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાત અતિમહત્વનો ભાગ ભજવશે. – જીતુભાઇ વાઘાણી appeared first on www.citywatchnews.com.

Related posts

રાજકોટથી કારમાં સંતાડીને લઈ જવામાં આવતી રૂ.1.17 કરોડની ચાંદી જાબુવાથી જપ્ત

thebapu

સુરતમાં કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ, ધારા 144 લાગું

thebapu

કોરોના વાઈરસને પગલે ગુજરાતમાં બે અઠવાડીયા સુધી મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો બંધ, બોર્ડની પરીક્ષા યથાવત

thebapu
error: Content is protected !!