21.1 C
New York
June 5, 2020
Gujarat

ગુજરાતનું ૨૧૭૨૮૭ કરોડનું બજેટ રજૂ : ઘણી નવી ઘોષણા

રાજયના નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પૂર્ણ કદનું બહુ મહ્‌ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે આ આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ સાથે જ વજુભાઇ વાળા બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નીતિનભાઇએ બનાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં બરોબર ૨-૧૦ મિનિટે નીતિનભાઇએ બજેટ સ્પીચ વાંચવાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ફરી એકવાર શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને પીવાના પાણીના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની સ્થાપના બાદ બીજીવાર બજેટનું કદ રૂ. ૨ લાખ કરોડને પાર થયું હતું. નાણાંમંત્રીએ રૂ.૬૦૫ કરોડની પુરાંતવાળુ રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનુ બજેટ રજૂ કરવાની સાથે ગૃહમાં કેટલીક મહત્વની અને લોભામણી જાહેરાતો પણ કરી હતી. આ વખતનું બજેટ ગત વર્ષના બજેટ કરતાં ૧૧ હજાર કરોડથી વધુ રકમનું છે. જેમાં ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે ધિરાણ આપવા રૂ.૧૦૦૦ કરોડની જાગવાઇ કરાઇ છે. તો, ખેડૂતોને પાક વીમો ભરવા રૂ.૧૧૯૦ કરોડની સરકાર સહાય કરશે. ખેડૂત કલ્યાણ યોજના માટે રૂ.૭૪૨૩ કરોડની જાગવાઇ કરાઇ છે. નાણાંમંત્રીએ આગામી પાંચ વર્ષમાં રૂ.૩૬૦ લાખ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવાના પીએમ મોદીના સંકલ્પને દોહરાવ્યો હતો. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં સૌથી વધુ શિક્ષણવિભાગમાં લગભગ રૂ.૩૨ હજાર કરોડ જેટલી જંગી નાણાંકીય જાગવાઇ કરી હતી. તેમાં પણ દિલ્હીની કેજરીવાલ સરકારની નીતિ મુજબ, ગુજરાતમાં પણ પ્રાથમિક શિક્ષણમાં વિનામૂલ્યે અનેકવિધ લાભો આપવાનું ઠરાવી જનતાને રીઝવવાનો પ્રયાસ કરાયો છે. નાણામંત્રીના બજેટમાં શિક્ષણવિભાગ માટે સૌથી વધુ રૂ.૩૧,૯૯૫ કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ.૭૪૨૩ કરોડ, જળસંપતિ વિભાગમાં રૂ.૭૨૨૦ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.૧૧,૨૪૩, પાણી પુરવઠા માટે રૂ.૪૩૧૭ કરોડ, સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂ.૪૩૨૧, આદિજાતિ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડ, પંચાયત, ગ્રામ અને ગૃહનિર્માણ વિભાગ માટે રૂ.૯૦૯૧ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ માટે રૂ.૧૩,૪૪૦ કરોડ, શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.૧૪૬૧ કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૧૦,૨૦૦ કરોડ, બંદરો અને વાહનવ્યવહાર માટે રૂ.૧૩૯૭ કરોડ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ માટે રૂ.૧૩,૯૧૭ કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.૭૦૧૭ કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.૧૭૮૧ કરોડ, કાયદો અને વ્યવસ્થા વિભાગ માટે રૂ.૭૫૦૩ કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.૧૨૭૧ કરોડ, મહેસૂલ વિભાગ માટે રૂ.૪૪૭૩ કરોડ, વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે રૂ.૪૯૭ કરોડ, રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે રૂ.૫૬૦ કરોડ, માહિતી અને પ્રસારણ માટે રૂ.૧૬૯ કરોડ અને કાયદા વિભાગ માટે રૂ.૧૬૮૧ કરોડ જયારે સામાન્ય વહીવટી વિભાગ માટે રૂ.૧૭૬૬ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને અને પશુપાલકોને મહત્તમ ફાયદો કરાવવાનો પ્રયાસ થયો છે. જેમાં કેન્દ્રએ પાક વીમો મરજિયાત કર્યા બાદ હવે જા કોઇ ખેડૂત પાક વીમો લેવા ઇચ્છતો હશે તો, તેમને એ પાક વીમાનું પ્રીમીયમ રાજય સરકાર તરફથી ભરવા માટે રૂ.૧૧૯૦ કરોડની ફાળવણી કરાઇ છે. સાથે સાથે ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન, ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકટર બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦ હજારની સહાય અપાશે. જે માટે એનએ લેવાની પણ જરૂર રહેશે નહી. આ માટે સરકારે રૂ.૩૦૦ કરોડની ફાળવણી કરી છે. સૌથી મહત્વનું કે, ગુજરાતના ખેડૂતો ગાય આધારિક પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં આવા ખેડૂતને એક ગાય દીઠ માસિક રૂ.૯૦૦નો નિભાવ ખર્ચ આપવામાં આવશે. સરકારે ખેડૂત કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી લઇ રૂ.૭૫ હજાર સુધીની સહાય કરાશે.

The post ગુજરાતનું ૨૧૭૨૮૭ કરોડનું બજેટ રજૂ : ઘણી નવી ઘોષણા appeared first on www.citywatchnews.com.

Related posts

લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા બે લાખ અગિયાર હજારનો ચેક અર્પણ

thebapu

સૌરાષ્ટ્રમાં બદામ અને સોપારીનો ભાવ સરખો

thebapu

કોરોના વાયરસની મહામારી ના આપતીના સમયે ભાગવત કથાના વક્તા જિજ્ઞેશદાદાના રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.5,55,555  અર્પણ કરાયા

thebapu
error: Content is protected !!