4 C
New York
April 1, 2020
Gujarat

ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે અનેરી ધીરેન્‍દ્ર મુની દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન

ગુજરાત રાજય લલીત કલા, ગાંધીનગરની કલા પ્રોત્‍સાહક ગ્રાન્‍ટ દ્વારા અનેરી ધીરેન્‍દ્ર મુનીનાં બાળપણથી આજ દિન સુધીનાં આંતરરાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય એવોર્ડથી સન્‍માનીત ચિત્રોનું પ્રદર્શન ‘My Journey of Painting’ આગામી શનિવાર – રવિવાર તા. રર અને ર3 ફેબુ્રઆરીએ સવારે 11:00 થી સાંજે 8:00 વાગ્‍યા સુધી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે યોજાનાર છે. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કલાગુરૂ શ્રી પદીપભાઈ ચૌહાણનાં હસ્‍તે કરવામાં આવશે. આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે જાપાન, પોલેન્‍ડ, રશિયા, ઈરાન, પોર્ટુગલ જેવા વિવિધ દેશોની કલા સંસ્‍થા તથા ગુજરાત રાજય લલીત કલા અકાદમી સહીત દેશનાં અન્‍ય રાજયોની કલા સંસ્‍થાઓ દ્વારા ગોલ્‍ડ મેડલ, સીલ્‍વર મેડલ સહીતનાં એવોર્ડસ પ્રાપ્‍ત કરેલ છે. ભારત સરકારનાં કલા વિભાગની પ્રોત્‍સાહક સ્‍કોલરશીપ તેણે સતત 6 વર્ષ મેળવી છે. પોર્ટુગલનાં ઈવોરા તથા પીનેલા શહેરોનાં યોજાયેલ ચિત્ર વર્કશોપમાં પણ ભાગ લીધેલ છે.
સ્‍વીર્ય્‍ઝલેન્‍ડ ખાતે માસ્‍ટર ઈન રોબોટીકસમાં અભ્‍યાસ કરી રહેલ અનેરીએ ચિત્રકલાની તાલીમ કલાગુરૂ સ્‍વ. રમેશભાઈ રાઠોડ તથા તુલીકા ચાઈલ્‍ડ આર્ટનાં શ્રી ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ પાસેથી પ્રાપ્‍ત કરેલ છે. કલા પ્રેમી જનતાને આ પ્રદર્શન નિહાળવા જાહરે આમંત્રણ છે.

The post ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે અનેરી ધીરેન્‍દ્ર મુની દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન appeared first on www.citywatchnews.com.

Related posts

ચીનમાં પહેલા દિવસે સ્કૂલે જતા 8 બાળકોની 40 વર્ષના હુમલાખોરે હત્યા કરી

thebapu

ઉત્તરવહી પ્રકરણ: પોલીસ, શિક્ષક, ડ્રાઇવર સહિત છ સસ્પેન્ડ

thebapu

સુરતમાં કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ, ધારા 144 લાગું

thebapu
error: Content is protected !!