Main Menu

બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર સંવેદનશીલ : રૂપાણી

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ શ્રમિકોના હિતમાં સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકોના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને પણ રૂપિયા ૩ લાખની સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યમાં બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં ૬.૫૦ લાખથી વધુ શ્રમિકો નોંધાયા છે. આ બોર્ડ હેઠળ નોંધાયા ન હોય તેવા શ્રમિકોને પણ મૃત્યુના કિસ્સામાં નિયત સહાય આપવામાં આવે છે તેમ વિધાનસભાગૃહમાં બાંધકામ સાઇટ ઉપર થતા અકસ્માત અંગે ધારાસભ્યના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.






Comments are Closed

error: Content is protected !!