Main Menu

બોર્ડ પરીક્ષા : આજે ધોરણ ૧૦માં વિજ્ઞાનનું પેપર હશે

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ભાષાના પેપર બાદ એક દિવસની એક દિવસની રજા પછી આવતીકાલથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેનાભાગરૂપે આવતીકાલે ધોરણ ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર રહેશે. સવારે ૧૦ વાગ્યાથી આ પેપર રહેશે. એક દિવસ મળ્યા બાદ વિદ્યાર્થીઓ મુખ્ય વિષયોઓમાં વધુ વાંચન કરીને પેપર આપવા સજ્જ છે. બીજીબાજુ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એક દિવસના બ્રેક બાદ આવતીકાલે રસાયણવિજ્ઞાનનું પેપર રહેશે. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ દિવસની આવશે. ત્રણ દિવસની રજા બાદ જીવવિજ્ઞાનનું પેપર રહેશે. સામાન્ય પ્રવાહમાં આવતીકાલે તત્વજ્ઞાનનું પેપર રહેશે.






Comments are Closed

error: Content is protected !!