4 C
New York
April 1, 2020
Gujarat

રાજયમાં કમોસમી વરસાદનો માર : પાકને જોરદાર નુકસાન

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક સહિતના કેટલાક ભાગોમાં વિસ્તારોમાં આજે ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૯.૩ રહ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહી શકે છે. ફરીએકવાર ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થનાર નથી પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે. ખાસ કરીને ઘઉં, ચણા, જીરૂ, વરિયાળી સહિતના પાકને બહુ મોટાપાયે નુકસાની થઇ છે. તો, તાલાલામાં કેસર કેરીના પાકને પણ ભારે નુકસાની થઇ છે. બીજીબાજુ, શાકભાજીમાં પણ ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.

Related posts

પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી 2020માં વાયરસ આવશે

thebapu

ક્લાઇમેટ ચેન્જ માટે દાદી-નાનીઓનું થિયેટર ગ્રૂપ જાગૃત કરી રહ્યું છે, તેમને દેશભરમાંથી લોકો બોલાવે છે

thebapu

હું પાલન કરીશ.તમે કરશો ? આવું કેમ કેહુંવું પડ્યું જીગ્નેશદાદા ને ?

thebapu
error: Content is protected !!