Main Menu

રાજકોટથી કારમાં સંતાડીને લઈ જવામાં આવતી રૂ.1.17 કરોડની ચાંદી જાબુવાથી જપ્ત

મધ્ય પ્રદેશના જાબુવા જિલ્લામાંથી રાજકોટની રૂ. 1.17 કરોડ રૂપિયાની ચાંદી પોલીસે જપ્ત કરી છે. શનિવારે સવારે મધ્ય પ્રદેશના જાબુવા નજીકથી પસાર થઈ રહેલી કારની પોલીસે અટકાયત કરી હતી. તેમાં બેઠેલા ડ્રાઈવર રતલામ જિલ્લાના લાલારામની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે સોડાનું મશીન રતલામ લઈ જઈ રહ્યો છે. પોલીસને તેની વાતમાં શંકા થતા પોલીસે સોડાનું મશીન ખસેડીને તપાસ કરતા કારની પાછળના ભાગમાં જગ્યા મળી આવી હતી. જે હકીકતમાં એક ચોરખાનું હતું. જે ખોલતા અંદરથી ચાંદીના દાગીના મળી આવ્યા હતા.






Comments are Closed

error: Content is protected !!