9.8 C
New York
April 9, 2020
Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઉર્જા એવોર્ડ્સ 2020 નું આયોજન કરાયું

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતા સતત બીજા વર્ષે ઉર્જા એવોર્ડ્સ નું
આયોજન કરવામાં આવ્યું. ઉર્જા એવોર્ડ્સ 2020 એવોર્ડ્સને ફ્રાબોન ઇન્ડિયા ટેક સોલ્યુશંસની સહયોગિતામાં આયોજિત
કરવામાં આવ્યો હતો.
સમારંભના મુખ્ય અતિથી તરીકે પીઢ કલાકાર અન્નપૂર્ણા શુક્લા ઉપસ્થિત રહ્યાં હતા, જ્યારે અતિથી વિશેષ તરીકે મિસીસ
ઇન્ડિયા અર્થ નીપા સિઘ, જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડના પ્રમુખ અશોકભાઇ જૈન અને તરીકે યુજીવીસીએલના એક્ઝેક્યુટિવ એન્જિનીયર મોનાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મહિલા દિવસની ઉજવણી કરતાં પોતાના ક્ષેત્રમાં અગ્રેસર એવી 10 મહિલાઓને વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા એવોર્ડ્સ 2020 થી સમ્માનિત કરવામાં આવી. આ એવી મહિલાઓ છે કે જેઓ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવે છે અને સાહસિક વિકલ્પોને પસંદ રીતે પોતાના સપનાઓ પુરા કર્યા છે. સંસ્થા મહિલા દિવસે ઉર્જા એવોર્ડ્સ 2020થી સમ્માનિત કરી તેઓની નિર્ભયતા, આત્મવિશ્વાસ, ભાવનાઓ અને જુસ્સાની ઉજવણીને બેવડી કરી રહ્યું છે. આ એ મહિલાઓ છે જે અન્યો માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય છે.

ઉર્જા એવોર્ડ્સ 2020માં સમ્માનિત કરાયેલી મહિલાઓઃ
દિવ્યાંગો માટે પ્રેરણાસ્ત્રોત પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલ, મિસિસ ઇન્ડિયા 2019 ફર્સ્ટ રનર અપ નુપૂર બાલિયા, મહિલા ઉદ્યોગ
સાહસિક રાગ્ની પરીખ, જાણીતા અભિનેત્રી મનીષા ત્રિવેદી, મહિલા ક્રિકેટ કોચ જિજ્ઞા ગજ્જર, યુવા પ્રતિભા ભર્ગસેતુ
શર્મા (વડોદરા), બાઇક રાઇડર ટ્વિંકલ કાપડી (ગાંધીધામ), રિવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન પીઆઇ જી.એચ. પઠાણ,
બ્યુટિશ્યન કોમલ પ્રજાપતિ અને શિક્ષણ તથા સામાજિક સેવા કાર્યો માટે જશોદાબેન જોશીને સન્માનિત કરવામાં આવ્યા
હતા.

Related posts

સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108

thebapu

સોમનાથ સહિત મંદિરોમાં શિવભકતોનું ઘોડાપૂર રહ્યું

thebapu

રાજ્યમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

thebapu
error: Content is protected !!