21.1 C
New York
June 5, 2020
Gujarat

કોરોના વાઈરસને પગલે ગુજરાતમાં બે અઠવાડીયા સુધી મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો બંધ, બોર્ડની પરીક્ષા યથાવત

કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિક્ષકો, પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફે નોકરીએ જવું પડશે.જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.તેમજ સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. જ્યારે વિધાનસભા સત્ર પણ ટૂંકાવવામાં આવે એવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના 78 શંકાસ્પદ દર્દીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાંથી 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને એકનો રિપોર્ટ બાકી છે

આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જ્યારે હાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા પણ અનુરોધ કર્યો છે

Related posts

સૌથી શક્તિશાળી એટલાન્ટિક સમુદ્રી વાવાઝોડું અમેરિકા તરફ વધી રહ્યું છે, એબેકો ટાપુ ડૂબ્યો

thebapu

ચિંતા નહિ કરતા’ : કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વિડિયો સંવાદ કરી તમામ સહાયની ખાતરી આપતા વિજયભાઈ

thebapu

ગુજરાતમાં કોરોના તપાસ ટેસ્ટ થાય તેમા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, આરોગ્યકર્મીઓ માટે એ કુલ ટેસ્ટ નાં 10% ટેસ્ટ ફરજીયાત કરવા ગુજરાત જનચેતના પાર્ટી ની માંગ

thebapu
error: Content is protected !!