21.1 C
New York
June 5, 2020
Gujarat

સુરત કામરેજ કાશી વિશ્વનાથ મંદિરે કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાનની મીટીંગ મળી

સુરત કામરેજ કાશી વિશ્વનાથ મંદિરે કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન ની મીટીંગ મળેલ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંત જયંતિગીરીબાપુ ની નિમણુંક….તા.14/3/20 ના રોજ સુરત કામરેજ હાઇવે પાસે ક્રિષ્ના રેસિડેન્સીમા કાશી વિશ્વનાથ મંદિરે કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન સંગઠન ની રાષ્ટ્રીય અધ્યક્ષ નાનુભાઇ ડાખરા(શિહોર)ના અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ જેમા દિપ પ્રાગટ્ય બાદ બહેનો દ્ગારા સ્વાગત ગીત રજુ કરાયેલ.મહાનુભાવો ના સન્માન બાદ મહાનુભાવો એ પ્રાસંગિક વકતવ્ય આપેલ અને કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન ની કામગીરી અંગે વાત કરેલ.

ગુજરાત અધ્યક્ષ તરીકે શંભુદળં સુરત જીલા દેવસ્થાન પ્રબંધક સમિતિના મહામંત્રી મહંત  જયંતિગીરીબાપુ સાવરકુંડલા વાળા(સોમનાથ મહાદેવ અમરોલી) ની નિમણુંક સવાઁનુમતે કરવામાં આવેલ આ પ્રસંગે કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન ના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ જેમા રાષ્ટ્રીય અધ્યક્ષ નાનુભાઇ ડાખરા,કાયઁકારી અધ્યક્ષ સંજીવ કૌશીકજી હરીયાણા,રાષ્ટ્રીય મહિલાપાખ અધ્યક્ષ હષાબા જાડેજા,રાષ્ટ્રીય મહામંત્રી રઘુવીરસિંહ જાડેજા,ગુજરાત મહિલાપાખ અધ્યક્ષ ચેતનાબેન ગોસ્વામી,હરિયાણા પ્રદેશ અધ્યક્ષ રોશનલાલ,સુરત દસનામ યુવક પ્રગતિ મંડળ ના પ્રમુખ હરેશપુરી કે.ગોસ્વામી,સંતકવિ શિવલહેરીબાપુ,કાશી વિશ્વનાથ મંદિર મહંત મહેશગીરીબાપુ,રાજુભાઇ લુણાગરીયા,વિશાલભાઇ,ડોક્ટર સાહેબ ખોલવડ,મહેશગીરી ગોસ્વામી (સોમેશ્વર મહાદેવ ચલથાણ),મહેન્દ્રસિંહ,ભરતભાઇ ચૌધરી,પરેશભાઈ ખુટ,ઈલાબેન,રીનાબેન સહિત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહેલ.

મીટીંગ નુ આયોજન ગુજરાત પ્રદેશ મહિલા વિંગ પ્રમુખ ચેતનાબેન્ર મહેશગીરી ગોસ્વામી(ખોલવડ)દ્વારા કરવામાં આવેલ. હિન્દુઓના આસ્થાનુ પ્રતિક કૈલાસ માનસરોવર ચીનના કબજામાં છે તેને મુક્ત કરાવવા માટેનું અભિયાન આ સંગઠન ચલાવે છે દેવોના દેવ મહાદેવ નુ સ્થાન એટલે કૈલાસ માનસરોવર કે જે વિધરમીઓના હાર મા છે તેને મન આ સ્થાન પવઁતથી વિશેષ નથી પરંતુ કરોડો હિન્દુઓના આસ્થાનુ આ કેન્દ્ર છે જયા યાત્રા એ જવુ તે દરેક હિન્દુઓના ઇચ્છા હોય છે પરંતુ કમનસીબી એ છે કે કૈલાસ માનસરોવર યાત્રા એ કોને અને કેટલી સંખ્યામાં જવુ તે ચીન નક્કી કરે છે “કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન “સંગઠન માત્ર એટલુ ઇચ્છે કે આ પવિત્ર યાત્રા સ્થાને જવા માટે કોઇ રોકટોક ના હોવી જોઇએ અને હિન્દુઓના હ્રદયસમ્રાટ દેવોના દેવ મહાદેવ જગતના બાપના યાત્રા સ્થાન કૈલાસ માનસરોવર માટે આપણી ભારત સરકાર અના ગુજરાત સરકાર હસ્તક્ષેપ કરે અને કૈલાસ માનસરોવર ના યાત્રિકોને સાથ સહકાર અને સબસિડી મળવી જોઇએ.સમગ્ર કાયઁક્રમ નુ સંચાલન મહેશગીરી પત્રકાર દ્વારા કરવામાં આવેલ એમ મહેશગીરી ગોસ્વામી ની યાદી

Related posts

પ્રેસ-મીડિયાના કર્મચારીઓ સાથે અવિવેક ન કરવો : શિવાનંદ ઝા

thebapu

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી

thebapu

અમદાવાદની એલ જે કોલેજના છાત્રોની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

thebapu
error: Content is protected !!