Main Menu

ભારત સરકારના લીડરશીપ ફોર એકેડેમીશીન (લીપ) 2020માં પ્રો ડો. જગદીશ જોષી પસંદગી પામ્યા, અમેરીકાની વિશ્વવિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાં લીડરશીપના પાઠ ભણશે

યુજીસી-એચઆરડીસી ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અને ડાયરેક્ટર જગદીશ જોશીના કાર્યાન્વિત અભિગમથી પ્રભાવિત થઈ તેમની ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક સ્તરે સ્થાપવા તેમજ અધ્યાપકો અને ઉચ્ચ શૈક્ષણની સંસ્થાઓના વિકાસ માટે સફળ નેતૃત્વ પુરુ પાડી શકે તેવા શૈક્ષણિક લીડરોને તૈયાર કરવા માટેના ભારત સરકારના પ્રતિષ્ઠીત અને નવિન કાર્યક્રમ લીડરશીપ ફોર એકેડેમીશીન (લીપ) 2020 પસંદગી થઇ છે. જે આપણા સૌ માટે ગર્વની અને આનંદની વાત છે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ અમેરીકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી કે જેને વિશ્વની પ્રથમ હરોળની યુનિવર્સિટી ગણના થાય છે ત્યા એકેડેમીક લીડરશીપના પાઠ ભણવા જશે. આ કાર્યક્રમને બે તબક્કામાં આયોજીત કરવામાં આવેલ છે. એક તબક્કો અમેરીકાની હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં આંતરરાષ્ટ્રીય તબક્કાની તાલીમ હાર્વડ યુનિવર્સિટીમાં મેળવશે અને બીજા તબક્કામાં
નવી દિલ્હી ખાતે આવેલ NIEPAમાં આયોજીત છે. ભારતના ઉચ્ચ શિક્ષણજગતના અગ્રેસરો નિષ્ણાતો સ્થાનિક પહેલા તબક્કા દરમિયાન વાર્તાલાપ કરશે અને વિશ્વના ખ્યાતનામ નિષ્ણાતો યુએસએના હાર્વર્ડ ખાતેના બીજા તબક્કા દરમિયાનઉચ્ચ શિક્ષણના નિષ્ણાતોને ઘડશે.

ભારત સરકાર આ નવિનત્તમ પ્રયોગ દ્વારા ભારતીય ઉચ્ચ શૈક્ષણકને નવિ દિશા આપી શકે તેવા એકેડેમીક લીડર તૈયાર કરવા માગે છે. જેથી કરીને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણની મહત્વની જગ્યાઓ પર કાર્યરત કરી શકાય. તેઓ સંભવતઃ ભારતમાં ઉચ્ચ શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓમાં સૌથી વધુ આગેવાન –અગ્રેસર તરીકે કાર્ય કરી શકે, તેને અમલમાં મૂકી શકે અને સંભાળી શકે તેવી વિભાવના છે. પ્રોફે. જગદીશ જોશીએ તેમની અજોડ વહીવટી કુશળતા અને અડગ નિશ્ચય,પ્રતિબધત્તા,યોગ્યતા અને
ક્ષમતાથી ઉચ્ચ શિક્ષણમાં તેમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ 15 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે નજીકથી સંકળાયેલા છે, તેઓ શિક્ષણ, તાલીમ, સંશોધન, અનુવાદ, સંપાદન, સંકલન, સલાહકાર અને સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય છે.

શૈક્ષણિક કાર્ય માટે તેમણે 20 થી વધુ દેશોની મુલાકાત લીધી. 2006 માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન (UNO) દ્વારા તેમને શિક્ષણ માટે અસંખ્ય પ્રતિષ્ઠિત કાર્ય બદલ રાષ્ટ્રીય એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ARPIT ઓનલાઈન રિફ્રેશર પ્રોગ્રામ 2018ના સંયોજક તરીકે ગુજરાત યુનિવર્સિટી અને એચઆરડીસી માટે પ્રોફ. જગદીશ જોશી એ તેમના નિષ્ઠાવાન પ્રયત્નો, ઉજ્જવળ અને મૌલિક દ્રષ્ટિને કારણે ખૂબ પ્રશંસા અને નામના મેળવી છે . ARPIT SWAYAM -૨૦૧૯ ONLINE રીફ્રેશર કાર્યક્રમમાં તેમનું એક મહત્વનું યોગદાન છે. તેમના આ કોર્સે રેકોર્ડ તોડીને ભારતભરમાંના તમામ ARPIT કાર્યક્રમોમાં બીજા સ્થાને છે.

તેમણે વર્ષ 2019માં દેશભરના ૯૦૦૦ અંગ્રેજીના પ્રોફેસરોને ઓનલાઇન તાલીમ આપી હતી. તેઓ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે ખુજબ પ્રભાવિ અને આગવુ નેતૃત્વ પુરુ પાડી રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી સતત અઘ્યાપકોની વ્યાવસાયિક સજ્જતાના વિકાસની પહેલ દ્વારા સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ એક મજબૂત સુસંગત શૈક્ષણિક ટીમ વિકસાવી છે. તેમના જીવનસૂત્ર "LETS GROW TO GETHER” માં સબકા સાથ સબકા વિકાસ પ્રતિબિંબિત થાય છે. જે તેમણે સાબિત કરી બતાવ્યુ છે. પ્રોફ . જગદીશ જોશી ઉમદા , કર્મઠ અને માનવીય અભિગમથી સેવા આપે છે અને તે તેમની વહીવટી કુશળતાથી સાબિત કર્યું છે કે નેતૃત્વ અને શિક્ષણ એક બીજા માટે અનિવાર્ય છે. ડો.જગદીશ જોશીની સિધ્ધિઓ પર
ગુજરાતનો સમગ્ર શૈક્ષણિક સમુદાય ગર્વ અનુભવે છે.


Comments are Closed

error: Content is protected !!