21.1 C
New York
June 5, 2020
Gujarat

ઉત્તરવહી પ્રકરણ: પોલીસ, શિક્ષક, ડ્રાઇવર સહિત છ સસ્પેન્ડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી પરીક્ષાની ઉત્તરવહીઓ ગઈકાલે ગોંડલ અને વીરપુર આસપાસ રઝળતી હાલતમાં મળી આવ્યાના બનાવને ૨૪ કલાક થયા હોવા છતાં હજુ ૨૫૯ ઉત્તરવહીઓ લાપતા છે. આ સમગ્ર ઘટનાના અનુસંધાને બોર્ડ દ્રારા છ ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમ ચેરમેન એ.જે.શાહે જણાવ્યું હતું. જે ૬ વ્યકિતને સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમાં પાલા સેન્ટરના ગણેશપુરા સ્કૂલના શિક્ષક ધર્મેશ ઠાકોર, નંદાસણના શિક્ષક કિરણ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌધરી,કેતન પરમાર અને ડ્રાઇવર વસતં ગોસ્વામી તથા નિતેશ રાવલનો સમાવેશ થાય છે.

આ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ. જે. શાહના જણાવ્યા મુજબ આ લકઝરી બસમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મોકલવા માટે ૧૦૦ પાર્સલ રાખવામાં આવ્યા હતા.તેમાંથી ૯૯ પાર્સલ સહી સલામત છે. એક પાર્સલ તૂટેલી હાલતમાં રસ્તા પરથી મળ્યું છે અને તેમાંથી ૧૪૧ ઉત્તરવહીઓ રસ્તા પરથી મળી આવી છે . હજુ આમ છતાં ૨૫૯ ઉત્તરવહી લાપતા છે.
જે વિધાર્થીઓની ઉત્તરવહીઓ લાપતા છે તેમના મુદ્દે શું નિર્ણય લેવાશે તેવા સવાલના જવાબમાં બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે આ તમામ વિધાર્થીઓને તેમણે આપેલી પરીક્ષાના અન્ય પાંચ પેપરના એવરેજ માર્ક ગણીને ગુમ થયેલા પેપરમાં એવરેજ માર્ક આપવામાં આવશે.

પાંચ પેપર નબળા ગયા હોય અને એક પેપર સાં ગયું હોય તેવા વિધાર્થીઓને બોર્ડના આ પ્રકારના નિર્ણયથી અન્યાય થશે તે બાબતે ચેરમેનનું ધ્યાન દોરાતાં તેમણે જણાવ્યું હતું કે આવા કિસ્સામાં આવો નિર્ણય લેવાની બોર્ડની જોગવાઈ છે.

આ સમગ્ર પ્રકરણમાં બેદરકારી દાખવનાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવા પડકાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બોર્ડના ચેરમેન એ.જે.શાહ દ્રારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ૨૪ કલાક પસાર થયા પછી પણ આ પ્રકરણની વિધિવત પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાવવામાં આવી નથી અને વિરપુર પોલીસ સ્ટેશનમાં માત્ર જાણવાજોગ એન્ટ્રી નોંધાવવામાં આવી છે.

Related posts

‘જનતા કફર્યુમાં’ જોડાજો – ‘કોરોના’ને ગંભીરતાથી લેજો-સ્વચ્છતા રાખજો-બહાર જવાનુ ટાળજોઃ ગીતા રબારી

thebapu

વડોદરા આંતરરાષ્ટ્રીય હ્યુમન એન્ડ રાઇટ્સ દ્વારા વિશ્વ મહિલા દીને મહિલા અધિકાર માર્ગદર્શન યોજાયું

thebapu

અમદાવાદની એલ જે કોલેજના છાત્રોની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

thebapu
error: Content is protected !!