Main Menu

સુરતમાં કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ, ધારા 144 લાગું

જે વાતનો ડર હતો તે ડર હવે હકિકતમાં પરિવર્તિત થઇ ગયો છે. અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે કોરોનાનો એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે.

GujHFWDept@GujHFWDept

Two suspected cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @JayantiRavi @JpShivahare.

783 people are talking about this

યુવક સાઉદી અરેબીયા મક્કા મદીનાથી પરત ફર્યો હતો

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં વસતો યુવક સાઉદી અરેબીયા મક્કા મદીનાથી પરત ફર્યો હતો તેનો કેસ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે હાલમાં રાજકોટ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમો ઉતારી દેવાઇ છે. તો સુરત અને રાજકોટના પોઝીટીવ કેસના પરિવારજનોને પણ કવોરન્ટાઇન કરી દેવાયા છે. તો આ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ વ્યકિતઓની પણ મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરાઇ છે.

રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા

ગુજરાતના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા છે. ગુજરાત સૌ પ્રથમ બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર સાબદુ થયું છે.ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. રાજ્યમાં 2 કેસ પોઝિટીવ નોધાયા છે. ગુજરાત સરકારે ટ્વીટ કર્યું છે કે રાજકોટ અને સુરતમાં 2 કેસ પોઝિટીવ મળ્યા છે. ગુજરાત અત્યારસુધી બાકાત હતું. આજે 2 પોઝિટીવ કેસ મળતાં જ હડકંપ મચી ગયો છે.

ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું

અત્યારસુધી કોરોનાથી દૂર રહેલું ગુજરાત હવે કોરોનાના વાયરસને સ્પર્શી ગયું છે..અને ગુજરાતમાં કોરોનાના બે પોઝીટીવ કેસ સામે આવી ચૂક્યા છે.ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે કોરોનાનો એક-એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. સુરતમાં કોરોનાના પોઝીટીવ કેસના પગલે કલમ 144 લાગૂ કરી દેવાઇ છે.

  • રાજકોટ ના યુવકનો કોરોના વાઇરસ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • યુવક મક્કા ગયો હતો.સરકાર પણ રિપોર્ટ ની જોઈ રહી હતી રાહ
  • આરોગ્ય વિભાગ વિભાગે યુવક નો રિપોર્ટ મોકલ્યો હતો પુના
  • શહેરના જંગલેશ્વર વિસ્તારના અનેક લોકોને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યા છે.
  • રાજકોટના યુવકનો જામનગરમાં પ્રથમ રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે શંકાસ્પદ આવ્યો હતો
  • જિલ્લા કલેકટર તંત્ર અને આરોગ્ય વિભાગ રિપોર્ટ ની રાહ જોઈ રહી હતી તે રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતા માં

ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે ફરી એક વખત નવી એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી કે સરકાર કોરોના સામે લડવા પૂરી રીતે સક્ષમ છે. સાથે જ આ મામલે લોકો સાવચેતી રાખે અને જાગૃતિ કેળવે એ પણ જરૂરી છે. જે અંતર્ગત સરકારે જાહેર સ્થળોએ લોકોને એકઠા ન થવા તાકીદ કરી છે. સાથે જ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 180 કેસ પોઝિટીવ

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 180 કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે કે 4 લોકો મોતને ભેટ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે. તો વળી ચંદીગઢમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. લંડનથી પરત આવેલી યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા.. કોરોનાની દહેશત વચ્ચે રાજસ્થાન અને નોઈડામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો વળી ઉત્તર પ્રદેશમાં 17 કેસ નોંધાયા છે. જેમા આગરામાં આઠ. ગાઝિયાબાદમાં બે અને નોઈડામાં ચાર કેસ નોંધાયા.. યુપી બાદ તેલંગાણામાં કોરોના વાયરસના વધુ સાત કેસ સામે આવ્યા છે.

22 માર્ચથી દેશમાં એક પણ વિદેશી ફ્લાઇટ નહીં થાય લેન્ડ

ભારતમાં વધતા કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. સતત વધી રહેલા કેસને ધ્યાને રાખી સતર્ક થયેલી સરકારે હાલમાં તાત્કાલિક નિર્ણયો કર્યો છે, તે મુજબ જોઈએ તો, તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના લેન્ડીંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે સતર્કતાના ભાગરૂપે વિદેશી નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. સાથે તુર્કી, બ્રિટેન અને યુરોપીય દેશોના ભારતીય પાર્સપોર્ટ ધારકોને પણ આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓ માટે ફરી એક વખત નવી એડવાઇઝરી જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી કે સરકાર કોરોના સામે લડવા પૂરી રીતે સક્ષમ છે. સાથે જ આ મામલે લોકો સાવચેતી રાખે અને જાગૃતિ કેળવે એ પણ જરૂરી છે. જે અંતર્ગત સરકારે જાહેર સ્થળોએ લોકોને એકઠા ન થવા તાકીદ કરી છે. સાથે જ 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તેમજ 10 વર્ષથી નીચેના બાળકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

સરકારની એડવાઇઝરી

1. 10 વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકો ઘરમાં રહે
2. રાજ્ય સરકારો 65 વર્ષથી વધારેની ઉંમરના વડીલોને ઘરમાં રહેવા માટે એડવાઇઝરી જાહેર કરે. આ એડવાઇઝરી મેડિકલ સ્ટાફ, ગવર્મેન્ટ સ્ટાફ અને જનપ્રતિનિધિઓ પર લાગૂ નથી થતી.
3. રેલવે અને સિવિલ એવિએશન વિદ્યાર્થીઓ, બીમાર લોકો અને દિવ્યાંગ કેટેગરીમાં પ્રવાસ કરવા પર મળતી છૂટ સસ્પેન્ડ કરવામાં આવે.
4. માસ્ક અને સેનિટાઇઝર્સની વધારે કિંમત વસૂલનારા પર ફાર્મા ડિપાર્ટમેન્ટ અને કન્ઝ્યૂમર્સના મામલાઓનું વિભાગ કાર્યવાહી કરે.

કોરોના વાયરસની દહેશતને લઇને ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભારત સરકારે 22 માર્ચથી વિદેશથી આવતી તમામ કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને રોકવા સરકારે આ નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ 22 માર્ચથી એક અઠવાડિયા સુધી લાગુ રહેશે.

આ સાથે જ આજે દેશમાં કોરોના વાયરસના કારણે ચોથું મોત સામે આવ્યું છે. પંજાબમાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. પંજાબમાં આ પ્રથમ કેસ છે, જ્યાં એક વૃદ્ધનું મોત કોરોના વાયરસની ઝપેટમાં આવતા થયું છે. આ ઘટના બાદ વૃદ્ધના ગામને પણ સીલ કરી દેવામાં આવ્યું છે. સરકારે લગાવેલી આ રોક એક સપ્તાહ માટે પ્રભાવી રહેશે. આ સાથે 65 વર્ષથી વધુ ઉંમરના અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા આદેશ કર્યો છે. જોકે, મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓને છૂટછાટ અપાઈ છે.

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

દેશભરમાં વકરતા કોરોના વાયરસ વચ્ચે પીએમ મોદી આજે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે..જેના પર સૌ કોઈની નજર છે. ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 180 કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે કે 4 લોકો મોતને ભેટ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 49 થઈ ગઈ છે. તો વળી ચંદીગઢમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. લંડનથી પરત આવેલી યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા. કોરોનાની દહેશત વચ્ચે રાજસ્થાન અને નોઈડામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તો વળી ઉત્તર પ્રદેશમાં 17 કેસ નોંધાયા છે. જેમા આગરામાં આઠ, ગાઝિયાબાદમાં બે અને નોઈડામાં ચાર કેસ નોંધાયા છે. યુપી બાદ તેલંગાણામાં કોરોના વાયરસના વધુ સાત કેસ સામે આવ્યા છે.






Comments are Closed

error: Content is protected !!