9.8 C
New York
April 9, 2020
Gujarat

રાજ્યની તમામ એસટી બસ સેવા આજથી વધુ ત્રણ દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૨ સુધી બંધ

રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઇ રાજ્યની તમામ એસટી બસ સેવા આજથી વધુ ત્રણ દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૨ સુધી બંધ કરી દિધી છે. એડવાન્સ બુકીંગ – ઓનલાઇન  બુકીંગના નાણા પરત આપી દેવાયા છે. દરમિયાન ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે  જણાવ્યું હતું કે, બસો બંધ કરી દેવાઇ છે, પરંતુ આજથી રોજેરોજ  ડેપો –  બસોની ધોલાઇ ચાલુ રહેશે, ડેટોલ સ્પ્રે મારી દેવાશે, ઓફિસોમાં તાળા મારી દેવાયા છે, કર્મચારીઓને રજા આપી દેવાઇ છે, રાજકોટ ડિવીઝનની ક ૫૦૦થી વધુ બસો બંધ છે, બુધવાર બાદ સરકારની નવી સૂચના મુજબ કાર્યવાહી થશે. દરમિયાન  અન્ય અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસટીને  સંચાલન બંધ કરાતા કરોડોનું નુકસાન થશે તે સાચી વાત છે, પણ આ કરવું પણ જરૂરી છે, આ વહેલા કરવાની જરૂર હતી, જિંદગી હશે તો પૈસા કમાઇ લેવાશે.

Related posts

સોમવા૨ે હોલિકા દહન : મંગળવા૨ે ૨ંગોનો મહાઉત્સવ ધુળેટી

thebapu

પોલમાં દાવો- 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અડધાથી વધુ મતદારો ટ્રમ્પને ઈચ્છતા નથી

thebapu

હું પાલન કરીશ.તમે કરશો ? આવું કેમ કેહુંવું પડ્યું જીગ્નેશદાદા ને ?

thebapu
error: Content is protected !!