3.2 C
New York
April 1, 2020
Gujarat

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો, સંખ્યા 29 થઈ

કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા અચાનક વધી ચુકી છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 29 થઈ છે. અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા 13, વડોદરા 6, સુરતમાં 4 , ગાંધીનગર 4, કચ્છમાં 1 અને રાજકોટમાં 1 કેસ પોઝિટિવ છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેવામાં સરકાર લોકોને સતત અપીલ કરી રહી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને લોકો સાથેનો સંપર્ક ટાળે.

રાજ્યમાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ કેસની વિગતો પર નજર કરીએ તો અમદાવાદમાં સાઉદી અરેબિયાથી આવેલા બે લોકો કોરોનાના દર્દી છે. વડોદરામાં બે વ્યક્તિને કોરોના સંક્રમિત દર્દીથી ચેપ લાગ્યો છે. તેમાં 5 લોકોને ચેપથી કોરોના થયો છે. વડોદરામાં પણ બે વ્યક્તિને ચેપથી કોરોના થયો છે. અહીં પેરિસથી આવેલી 24 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ છે. અમદાવાદમાં એક 33 વર્ષીય યુવકને અને યુકેથી આવેલા યુવકને અને સાઉદી અરબથી આવેલા 85 વર્ષીય વૃદ્ધને પણ કોરોના છે

Related posts

બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર સંવેદનશીલ : રૂપાણી

thebapu

ક્લાઇમેટ ચેન્જ માટે દાદી-નાનીઓનું થિયેટર ગ્રૂપ જાગૃત કરી રહ્યું છે, તેમને દેશભરમાંથી લોકો બોલાવે છે

thebapu

પ્રેસ-મીડિયાના કર્મચારીઓ સાથે અવિવેક ન કરવો : શિવાનંદ ઝા

thebapu
error: Content is protected !!