9.8 C
New York
April 9, 2020
Gujarat

ગુજરાતમાં ૩૧ માર્ચ સુધી ‘લોક ડાઉન’ : રાજ્યની તમામ સરહદો સીલ : વાંચો ‘લોક ડાઉન’ એટલે શું?

દુનિયા સાથે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે. આ સમય દરમ્યાન વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ સહિત સૌ કોઈએ અપીલ કરી છે બને એટલું ઘર ની અંદર રહો. ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ નો આંકડો ૫ દિવસમાં ૩૦ કેસ સુધી પહોંચ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ગાંધીનગર અને કરછ પણ લોક ડાઉન જાહેર કર્યા બાદ આજે રાજ્ય સરકારે વધુ સાવચેતી અને તકેદારીના પગલે સમગ્ર રાજ્યમાં લોક ડાઉન નો નિર્ણય લીધો છે. લોક ડાઉન માં ટોટલ મુમેન્ટ (અવર જવર) પર પાબંદી છે. આ સાથે રાજ્યની બોર્ડર સીલ કરાઈ છે. ફકત જીવન જરૂરિયાત વસ્તુઓ જ ઉપલબ્ધ રહેશે. તમે અગર ઘર બહાર નીકળી ને કોઈ કારણ વગર લટારો મારશો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

લોકડાઉનમાં રાજ્યની અન્ય રાજ્યો સાથેની તમામ આંતરરાજય બોર્ડર સીલ કરવામાં આવનાર છે . આગળ જણાવ્યા પ્રમાણેની આવશ્યક બાબતો સિવાયની તમામ અવર જવર બંધ કરવામાં આવશે . તમામ પ્રકારના માલવાહક વાહનો Transport / Goods Vehicle ( કાર્ગો સહિત ) રાબેતા મુજબ ચાલુ રહેશે જેથી તમામ જીવન જરૂરીયાતની વસ્તુઓની અછત ન પડે .

શું બંધ રહેશે :
દુકાનો, ફેકટરી, ઓફિસ, વર્ક શોપ, સોની બજાર, નાના ઉદ્યોગ, બાંધકામ, ગોડાઉન, મોલ, સિનેમા, રેસ્ટોરાં સદંતર બંધ રહેશે.

શું ચાલુ રહેશે :
તમામ સરકારી કચેરી, મ્યુ. કોર્પોરેશન, પંચાયત, નગરપાલિકા, દૂધ, શાકભાજી, ફળ, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, ખાદ્ય પદાર્થ, ખાદ્ય સામગ્રી, પેસ્ટ કન્ટ્રોલ, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડિકલ સાધનો – દવાની ઉત્પાદક કંપની, તેઓના રિસર્ચ સેન્ટર, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે.

પશુઓ માટે ઘાસ ચારો, સારવાર અને તે સંબંધિત સેવાઓ ચાલુ રહેશે

વીજ ઉત્પાદન – વિતરણ સેવા, ઇન્ટરનેટ, મોબાઈલ, ટેલિફોન, આઇ ટી અને તેના સંબંધિત સેવાઓ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશ્યલ મીડિયા, પાણી, પુરવઠો, ગટર વ્યવસ્થા ચાલુ રહેશે.

પેટ્રોલ ડીઝલ CNG PNG સંબધિત પંપ – પ્રોડક્શન, પોર્ટ ઓફ લેન્ડિંગ, ટર્મિનલ – પ્લાન્ટ, અને એના સંબધિત સેવાઓ ચાલુ રહેશે.

બેંક, ATM, ફાયનાંશિયલ, ટેકનિકલ સર્વિસ, વીમા, બેંક કલિયારિંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ ચાલી રહેશે

પોસ્ટ, કુરિયર, ખાનગી સિક્યોરિટી સેવા ચાલુ રહેશે

તમામ આવશ્યક અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરક માટેની સેવાઓ ચાલુ રહેશે.

ખાસ અગત્ય ની સૂચના દેતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ એ જણાવ્યું કે સતત પ્રક્રિયા વાળા ઉત્પાદન કરતા એકમો જેમની પાસે લોક ઈન સુવિધાઓ છે, કે જેમાં કામદારો માટે વિશેષ સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે એવા એકમો ને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે થી પરવાનગી મેળવી શકે છે અને ચાલુ રાખી શકે છે.

જાહેરનામા નું કડક અમલીકરણ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર દ્વારા કરાશે.

જાહેરનામા નું ભંગ બદલ એપીડેમિક ડીસિઝ એકટ અને અન્ય જોગવાઈ હેઠળ IPC કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી થશે.

રાજ્યની જેલોમાં વિઝિટર ને પાબંદી મૂકવામાં આવી છે, વિડિયો કોન્ફરન્સ મારફત વાત થશે, આઇસોલશન વોર્ડ ઊભો કર્યો છે.

રાજ્ય ભરમાં SRPFની કુલ ૬ કંપનીઓ ફાળવવામાં આવેલ છે .ઉપરાંત RAF ની ૪ કંપની ફાળવવા પણ આયોજન કરવામાં આવેલ છે . લોકડાઉનાQuarantine સંદર્ભે હાલ સુધી લેવાયેલ કાયદેસરના પગલાંની વિગત – ક . ૧૮૮ ના જાહેરનામાના ભંગ બદલ ગુના – ૬૨ દાખલ કરવામાં આવેલ છે.

કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદાના ભંગ બદલ ગુના – ૧૮ દાખલ કરવામાં આવેલ છે . ( IPC – 269 , 270 , 271 )

Related posts

સોમવા૨ે હોલિકા દહન : મંગળવા૨ે ૨ંગોનો મહાઉત્સવ ધુળેટી

thebapu

ગુજરાત સરકારના બજેટ ૨૦૨૦-૨૧ને આવકારતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

thebapu

દીવના પોલિસ જવાનનું દમણમાં હાર્ટએટેકનો હુમલો આવતા મૃત્યુ થતાં દીવ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

thebapu
error: Content is protected !!