7.9 C
New York
April 9, 2020
Gujarat

ચિંતા નહિ કરતા’ : કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વિડિયો સંવાદ કરી તમામ સહાયની ખાતરી આપતા વિજયભાઈ

ગાંધીનગર તા.24 ગુજરાતમાં હાલ 30 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. આ સાથે સુરતના એક હીરા વેપારીનું મૃત્યુ કોરોના વાયરસનાં કારણે થયું છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશ બોર્ડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી રાજ્યના અલગ અલગ શહેરોમાં દાખલ કોરોના પોઝિટિવ કેસ આવેલ વ્યકિતઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી.

રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓ જે સારવાર લઈ રહ્યા છે તેને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવાર ની ચિંતા કરે છે તેમ પણ કહ્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ સારવાર લઈ રહેલા સૌ ને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવાર જનોએ પણ કવોરેન્ટન રહેવા સલાહ આપી હતી અને પ્રત્યેક દર્દીઓની પારિવારિક વિગતો જાણી. કોમન મેન ની જેમ સીએમનો આ સંવાદ થી તમામ દર્દીઓ ભાવ વિભોર થયા.

આ સાથે વિડિયો સંવાદ કરીને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી અને અલગ અલગ શહેરોની હોસ્પિટલના તબીબો પાસેથી ઉપલબ્ધ દવાઓ, સારવાર, સગવડોની વિગતો મેળવી હતી. અને આ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં. આ કપરા સમયમાં જાન જોખમે પણ સેવા બજાવી રહેલા સૌ તબીબો ને તેમણે ઈશ્વરીય રૂપ ગણાવ્યા હતા. આ સંવાદ દરમ્યાન મુખ્યમંત્રી કાર્યાલય માંથી એમ કે દાસ અને અશ્વીની કુમાર હાજર હતા.

Related posts

સુરત પલસાણાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

thebapu

ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

thebapu

ન્યાય વિભાગ 9/11ના હુમલામાં સામેલ સાઉદી અધિકારીના નામનો ખુલાસો કરશે

thebapu
error: Content is protected !!