9.8 C
New York
April 9, 2020
Gujarat

ગુજરાતમાં આજે વધુ 3 પોઝિટિવ કેસ, 6 દિવસમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે 52 સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે.

જરૂર વિના 104માં કોલ ન કરવા વિનંતિ
તેમણે આગળ કહ્યું કે, 104માં જરુરીયાત વિના લોકોને કોલ ન કરવા વિનંતિ કરી છે. ગઇકાલે 2424 કોલ આવ્યા, જેણે કોવિડને લગતા સવાલો કર્યાં હતા. તમામ કોલને ક્લોઝર કરવામાં આવ્યા હતા. એન 95 માસ્ક- 45000 જેટલા ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા 204 લોકોને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું જેમાંથી 138 લોકોએ ફોન ઉપાડ્યા હતા. હેલ્પલાઈન તરફથી આપવામાં આવેલી માહિતી અને સેવાઓ અંગે 112 લોકોએ સંતોષ વ્યક્ત કર્યો

સંપૂર્ણ રાજ્ય લોકડાઉન

કોરોનાના કહેરને કારણે સંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઈ છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની 6 કંપની, રેપિડ એક્શન ફોર્સની 4 કંપની પણ રાજ્યમાં તહેનાત રહેશે. પોલીસે ગુજરાતના તમામ  જિલ્લાની અને રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સીલ કરી દીધી છે. આ લૉકડાઉનમાં દવાઓ, કરિયાણુ, દૂધ અને શાકભાજી, ફળ, ઇંધણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વાહનોને મુક્તિ અપાઈ છે. આ સાથે જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાન પણ ચાલુ રહેશે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સવારથી રસ્તા પર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવીને પૂછપરછ કરી રહી હતી. જેમાંથી કામ વિના બહાર નીકળી રહેલા લોકો સામે પોલીસ પગલા ભરી રહી છે.

90 કલાકમાં 1400 ટકા કેસ વધ્યાં
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ભયાનક સ્તરે પહોંચી ગયો છે, 24 જ કલાકમાં 12 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. છેલ્લા 90 કલાકમાં જ આશરે 1400 ટકા કેસ વધ્યા છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં મળ્યા છે. આ સ્થિતિ જોતા હવે સમગ્ર રાજ્યમાં 31 માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. તેનું કડકાઈથી પાલન કરાશે. આ મહામારીથી બચવાનો એક જ વિકલ્પ છે કે આપણે પોતાને સુરક્ષિત રાખીએ. પોતાના ઘરમાં જ રહીએ અને બને ત્યાં સુધી બીજા લોકો સાથે અંતર જાળવીએ.

નિયમપાલન સારી રીતે કરશો તો 31મી સુધી આપણે જીતી જઈશું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત દર્દી સાથે વાત કરી અને તેમની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી તથા તેમનો જુસ્સો વધાર્યો હતો. સીએમે કહ્યું કે ગુજરાતમાં કોરોના બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને લોકો ઘરમાંથી બહાર ના નીકળે. નિયમનું પાલન કરશે તો 31મી સુધી આપણે આ વાઈરસને કંટ્રોલ કરી લઈશું.

ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધી પોઝિટિવ કેસ  0થી 30 થયા એટલે 1400% વધ્યા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 નવા કેસ સાથે ગુજરાતમાં 30 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 19થી 23 માર્ચ સુધીમાં 1400 ટકા પોઝિટિવ કેસ વધ્યાં. સોમવારે મળેલા 12 નવા કેસમાં 6 કેસ તો ચેપગ્રસ્ત દર્દીને કારણે લાગેલા ચેપના છે. એટલે હવે ગુજરાતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું ખતરનાક સ્ટેજ શરૂ થઈ ગયું છે એટલે સતર્ક રહેવાની જરૂર છે.

અમદાવાદ-વડોદરા અત્યંત સંવેદનશીલ
અમદાવાદ અને વડોદરા કોરોના માટે સૌથી સંવેદનશીલ છે. વિદેશમાંથી સૌથી વધુ લોકો અહીં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 કેસ મળ્યા છે. માત્ર સોમવારે જ 6 કેસ મળ્યાં હતા. વડોદરામાં પણ સોમવારે 3 નવા કેસ નોંધાયા છે. બંને શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનની સંખ્યા પણ વધી છે.

હવે લૉકડાઉનથી નહીં માનો તો કર્ફ્યૂ જ વિકલ્પ
મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ લૉકડાઉન હતું પરંતુ લોકો રસ્તા પર નીકળી આવતા હતા. આથી ત્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી. ત્યારપછી બંને રાજ્યોમાં સખ્ત કર્ફ્યૂની જાહેરાત કરવી પડી. જો ગુજરાતમાં લૉકડાઉનને ગંભીરતાથી લોકો નહીં લે તો પોલીસ કડકાઈથી કર્ફ્યૂનું પાલન કરશે.

Related posts

અમેરિકામાં મોદીને રેડ કાર્પેટ તો ઈમરાનને ડૉર કાર્પેટ, મોદીનું ગ્રાન્ડ વેલકમ તો ઈમરાનના સ્વાગતમાં કોઈ તામજામ નહીં

thebapu

શું ભાજપની સરકાર ટ્રમ્પના કાર્યક્રમમાં ગાંધી આશ્રમને પડતો મુકશે?

thebapu

વડોદરા આંતરરાષ્ટ્રીય હ્યુમન એન્ડ રાઇટ્સ દ્વારા વિશ્વ મહિલા દીને મહિલા અધિકાર માર્ગદર્શન યોજાયું

thebapu
error: Content is protected !!